Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

કેશોદમાં પિતૃશ્રાદ્ધ નિમિત્તે ડીવાયએસપી કચેરીનાં પટાંગણમાં પ્રેરણાદાયી કાર્ય

(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ તા. ૨૩ : માંગરોળ રોડ પર આવેલી ડી.વાય.એસ.પી. કચેરી ખાતેના ગ્રાઉન્‍ડમાં નિયમિત સેવાકીય પ્રવળતિઓ કરવામાં આવે છે. ત્‍યારે હાલમાં ભાદરવા માસમાં હિન્‍દુ ધર્મમાં સનાતન સંસ્‍કળતિ મુજબ ધાર્મિક વિધિ કરવામાં આવતી હોય છે. ગ્રાઉન્‍ડ ખાતે પાનસુરીયા પરિવાર દ્વારા પિતળશ્રાધ્‍ધ નિમિત્તે ડીવાયએસપી  જે.બી.ગઢવીની પ્રેરણાથી આસપાસના ઝુંપડપટ્ટી વિસ્‍તારમાં રહેતા શ્રમજીવી પરિવારનાં નાનાં નાનાં બાળકોને ભોજન આપવામાં આવ્‍યું હતુ. તેમજ દરેક બાળકોને શારીરિક ચિંતા કરી દરેક બાળકોને ચંપલ ની જોડી આપવામાં આવી હતી.  પિતળશ્રાધ્‍ધ નિમિત્તે યોજાયેલા ભોજન સમારંભમાં કેશોદ તલાટી મંત્રી મંડળનાં પ્રમુખ મુકેશભાઈ વીરડા ખાસ ઉપસ્‍થિત રહ્યાં હતાં. સમાજમાં સેવાકીય પ્રવળતિઓ સાથે સંકળાયેલી સંસ્‍થાઓ ઘણી હોય છે ત્‍યારે કેશોદ ડી.વાય.એસ.પી. કચેરી ખાતે દાતાઓને પોતાની રીતે અંતરાત્‍માનો અવાજ સાંભળી આસપાસના ઝુંપડપટ્ટી વિસ્‍તારના શ્રમજીવી પરિવારનાં નાનાં નાનાં બાળકોને અને ગૌવંશ ની સેવા કરી શકે છે અને નાનાં નાનાં બાળકો અને ગૌવંશ ને તળપ્ત કરી ખુશી નરી આંખે જોઈ શકાય છે.

(11:42 am IST)