Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

વિસાવદરમાં ગૌચર પ્રશ્‍ને માલધારીઓ લડાયક મૂડમાં : સત્તાધીશોને લેખિતમાં આક્રમક રજૂઆત

(યાસીન બ્‍લોચ દ્વારા) વસાવદર તા.૨૩ : તાજેતરમા વિસાવદર ગૌરક્ષા સમિતિ અને સોનલ ગ્રુપ સમિતિ દ્વારા રાજ્‍યસ્‍તરે પશુપાલકો દ્વારા અપાયેલ એલાન અનુસાર વિસાવદર બંધનુ એલાન આપવામાં આવ્‍યું હતુ.જેને વિસાવદરના વેપારીઓએ સહકાર આપી અર્ધો દિ' બજારો બંધ રાખી હતી.વિસાવદરમા માલધારી સમાજ દ્વારા ગૌચરની જમીનો ખુલી કરાવવા માટે અવાર નવાર રજૂઆત કરેલી હોવા છતાં પણ ગૌચરની જમીનો ખુલી નહીં કરાવીને ગૌચરમા પેશ કદમી કરી અને માલધારી પોતાનું ગૌચર ચરાવવા જાય ત્‍યારે ખોટી રીતે પોલીસ કેસ કરીને માલધારીઓને હેરાન કરવામાં આવતા હોવાના આક્ષેપ સાથે માલધારીઓએ ઉગ્ર રોષ વ્‍યક્‍ત કર્યો હતો અને સત્તાવાળાઓને લેખિત રજૂઆત કરી હતી.

(1:16 pm IST)