Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

લાઠીના લુવારીયામાં પરપ્રાંતિય સગર્ભાનું અપહરણ-દુષ્‍કર્મ કેસમાં આજીવન કેદ-એક લાખનો દંડ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ર૩: આજથી ત્રણ વર્ષ પહેલા લાઠી તાલુકાના લુવારીયા ગામે પરપ્રાંતિય શ્રમિકોવાડીમાં ઝુંપડા બનાવીને રહેતા હતા અને મહિલાનાપતિ બહાર ગામ ગયા હોવાથી મહિલા બાજુમાં ઝૂંપડામાં સુવા માટે ગઇ હતી ત્‍યારે રાત્રીના સમયે નજીકના ઝૂંપડામાં રહેતો પરપ્રાંતિય શખ્‍સ રાજુ નરસીંગ વાસ્‍કેલાત્‍યાં આવ્‍યોહતો અને છરીની અણીએ મહિલાને ઝુંપડામાંથી ઉપાડી ગયો હતો ઝુંપડામાં રહેતા દંપતી જાગી જતા તેને પણ છરીથી ચુંપ કરાવીને અપહરણ કર્યુ હતું.

તથા મહિલાને ઉંચડીને બાજુમાં આવેલા ખારામાં લઇ જઇ છરીની અણીએ બેવખત બળાત્‍કાર ગુજાર્યો હતો. આ સમયે ભોગ બનેલી મહિલાને આઠ માસનો ગર્ભ હતો અને શરીરમાં દુઃખાવો થતો હોવાથી આજીજી કરવા છતા પણ આરોપી માન્‍યો નહોતો અને બાદમાં મહિલાને કણસતી હાલતમાં છોડીને આરોપી ત્‍યાંથી ફરાર થઇ ગયો હતો. આ ઘટનામાં પોલીસ દ્વારા આરોપી સામે લાઠી પોલીસ મથકમાં ગુન્‍હો નોંધાયો હતો. અને કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવ્‍યું હતું. સ્‍પેશ્‍યલ કોર્ટમાં આ કેસ ચાલી જતા પબ્‍લિક પ્રોસીકયુટર જે.બી. રાજયગુરૂની દલીલોને કોર્ટે માન્‍ય રાખીને આરોપીને આ કેસમાં તકસીરવાન ઠેરવી જજ વાય. એ. ભાવસાર દ્વારા અલગ અલગ કલમો હેઠળ આરોપીને અંતિમશ્વાસ સુધીની જેલની સજા તથા રૂા.૧ લાખ પ હજાર પ૦૦નો દંડ અને તેમાંથી ભોગ બનનારને રૂા.પ૦ હજારની રકમ વળતર પેટે ચૂકવવાનો આદેશ કર્યોછે.

(1:31 pm IST)