Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

પોરબંદર લીયો-પાયોનીયરમાં સુરતની ગાયિકા ભૂમિકા ખલૈયાઓને ડોલાવશે

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ર૩ : લીઓ પાયોનીયર નવરાત્રી રમઝટ સુરતની ગાયિકા ભૂમિકા પ્રજાપતિ તેના કોકીલ કંઠે ખેલૈયાઓને ડોલાવશે.

લીઓ-પાયોનીયર રમઝટનાં આયોજનમાં દર વર્ષે ગાયીકાઓ બહારથી બોલાવવાની જ પરંપરા મુજબ આ વર્ષે પણ લીઓ-પાયોનીયરના આયોજનમાં સુરતની ગાયીકા ભુમીકા પ્રજાપતી પોતાના કોકીલ કંઠથી ખેલૈયાઓ રાસની રમઝટ બોલાવવા પ્રેરીત કરશે. સાજીદા, માજીદા, પણ ધોરાજીની મ્યુઝીકલ પાર્ટીના હોય લીઓ-પાયોનીયરમાં તમામ સંગીતકારો તથા ગાયીકા પોરબંદર બહારના છે.જાણીતા ગાયક રાકેશ ડાભી પણ લીઓ-પાયોનીયર રમઝટમાં ગાયક તરીકે અને અને આયોજનનુ વિશાલ પ્રજાપતી દ્વારા યુ-ટયુબમાં લાઇવ કરશે. તેમજ જી.ટી.પી.એલ.ના માધ્યમથી લાઇવ પ્રસારણ કરાશે.

આ આયોજનમાં મહેમાન તરીકે ખારવા જ્ઞાતિના વાણોટ પવનભાઇ શિયાળ પધારશે. આ આયોજનને સફળ બનાવવા માટે પ્રોજેકટ ચેરમેન એડવોકેટ ભરતભાઇ લાખાણી તથા પ્રણિવભાઇ ખોરાવા જહેમત ઉઠાવી રહેલ છે.

(1:32 pm IST)