Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

રાજુલાના નીંગાળા -૧ ગામમાં ‘મારા પ્‍લોટમાંથી કોણે બાવળ કાપ્‍યા ?' તેમ કહીને માર મારીને ધમકી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૨૩ : રાજુલા તાલુકાના નીંગાળા-૧ ગામે ભૂપતભાઇ બાબુભાઇ ગુજરીયા (ઉવ.૩૭)ના ઘરની બાજુમાં પડતર જગ્‍યા પડેલ હોય તેમાં કોઇએ બાવળ કાપેલ જેથી વસંતબેન ભરતભાઇ બાંભણીયા ગાળો બોલી કહેલ કરે મારા પ્‍લોટમાંથી કોણે બાવળ કાપેલ છે. તેમ કહી ઘરે જતા રહેલ અને ત્‍યારબાદ હું તેના ઘર આગળથી  બાઇક જીજે ૧૪કે ૬૧૮૧નું લઇ ટ્રાન્‍સપોર્ટ ઓફીસે જતો હતો તે સમયે વસંતબેને લાકડી વડે માથામાં માર મારેલ તેમજ ભરત બાવાભાઇ, કરણ ભરતભાઇ બાંભણીયાએ કુહાડા વડે મારમારી ઇજા કરી બાઇકને નુકશાન કર્યાની મરીન પીપાવાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જ્‍યારે સામાપક્ષે કરણભાઇ ભરતભાઇ બાંભણીયા (ઉવ.૨૪) ભુપત બાબભાઇ ગુજરીયાના ઘરની બાજુમાં તેમના કબ્‍જાનો પ્‍લોટ આવેલ હોય તેમાં કોઇએ બાવળ કાપેલ જેથી મારા બા ભુપતભાઇને ઠપકો આપતા સારૂ નહિ લાગતા કરણભાઇ તેમના બા વસંતબેન અને બાપુજીને ગાળો બોલી કુહાડા વડે મારમારી ડેલાને નુકશાન કરી ગીગા બાબભાઇ ગુજરીયા, અશોક કરશનભાઇ ગુજરીયાએ લાકડી વડે પિતા અને પુત્રને મારમારી ઇજા કર્યાની મરન પીપાવાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ઇજા

જેસીંગ રામપરા શેરી નં. ૪માં વોર્ડ નં. ૮ના પાલીકાના સદસ્‍ય ગીરીશભાઇ રતીભાઇ ત્રાપસીયા (ઉવ.૩૫) વિજય અરવિંદભાઇ મકવાણા ગીરીશભાઇના વિસ્‍તારના અન્‍ય છોકરાઓને મોબાઇલ ફોનમાં ઓનલાઇન ૨ મી સર્કલ એપથી રમાડતો હોય જેથી ઠપકો આપતા વિજય અરવિંદ મકવાણાએ તેમજ રમીલાબેન અરવિંદભાઇ મકવાણાએ ગાળો બોલી માથામાં લાકડી વડે માર મારી રમીલાબેન, કંચનબેન રમેશઇભા, ભુરી જયંતીભાઇ મકવાણાએ ભેગા મળી ધક્કો મારી પછાડી ઇજા કર્યાની અમરેલી સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ચોરી

સાવરકુંડલાના જીરા ગામે સીમરણ જવાના રસ્‍તે ગેઇટ પાસે કુવા અને સંપ હોય કુવામાંથી પાણી ખેંચવા માટે ૧૦ હોર્સ પાવરની સબમર્શીબલ મોટર બળી જતા કુવામાંથી બહાર કાઢેલ જે તા. ૧૭/૯ના કોઇ પણ સમયે રૂા. ૨૫,૦૦૦ની કિંમતની કોઇ ચોરી કરી લઇ ગયાની ધર્મેશભાઇ બાબુભાઇ ચોડવડીયાએ સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

(1:36 pm IST)