Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

પોરબંદરઃ વિધાનસભાની ચૂંટણીમાં એન.સી.પી. સાથે જોડાણને નકારતું કોંગ્રેસ

પોરબંદર અને કુતિયાણા-રાણાવાવની બેઠક માટે સેન્‍સ લેવા આવેલા કોંગ્રેસના નિરીક્ષકો સામે વ્‍યથા રજૂ કરતા દાવેદારો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ર૩: પોરબંદર અને કુતિયાણા-રાણાવાવ વિધાનસભાની બેઠકોમાં ચૂંટણી માટે એનસીપીનું ગઠબંધન બીલકુલ માન્‍ય નહીં હોવાનું જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને ચૂંટણી લડવા દાવેદારી કરનાર નાથાભાઇ ઓડેદરાએ પોરબંદર વિસ્‍તારમાં સેન્‍સ લેવા આવેલા કોંગ્રેસના નિરીક્ષકો સમક્ષ વ્‍યથા ઠાલતા જણાવેલ છે પોરબંદર અને કુતિયાણા-રાણાવાવ વિધાનસભા બેઠક માટે કોંગ્રેસના નિરીક્ષકો પ્રદેશ કોંગ્રેસના સહ પ્રભારી રામકૃષ્‍ણ ઓઝા અને સૌરાષ્‍ટ્ર કોંગ્રેસના ઇજચાર્જ પ્રભારી તેમજ જિલ્લાના પ્રભારી હિરાભાઇ જોટવા સેન્‍સ લેવા પોરબંદર આવ્‍યાં છે. પોરબંદર વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર તરીકે અર્જુનભાઇ મોઢવાડિયાની દાવેદારી છે તેમજ કુતિયાણા-રાણાવાવની બેઠક ઉપર જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ નાથાભાઇ ઓડેદરા જિલ્લા પંચાયતના સભ્‍ય ઠેબાભાઇ ચૌહાણ, ભીમાભાઇ પટેલ, રાધવપુરના સરપંચ ધનુભાઇએ દાવેદારી નોંધાવી છે.

કોંગ્રેસના નિરીક્ષકો સમક્ષ ટીકીટના દાવેદારોએ જણાવેલ કે ભૂતકાળમાં કુતિયાણા-રાણાવાવ વિધાનસભા બેઠક ઉપર એન.સી.પી. સાથે કોંગ્રેસનું ગઠબંધન થયેલ હતું પરંતુ આ વર્ષે અમોને કોંગ્રેસ સાથે એનસીપીનું જોડાણ બીલકુલ મંજુર નથી.

(3:43 pm IST)