Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

મોરબીના મકનસર નજીક ઇનલેન્ડ કન્ટેનર ડેપો પ્રોજેક્ટ માટે ૧૧૨ કરોડની ફાળવણી, સિરામિક ઉદ્યોગને થશે ફાયદો.

મોરબીના સિરામિક ઉદ્યોગ દ્વારા કરવામાં આવતા ઈમ્પોર્ટ અને એક્સપોર્ટને ધ્યાને લઈને ભારતીય રેલ્વે દ્વારા મકનસર ગામ નજીક ICD એટલે કે ઇનલેન્ડ કન્ટેનર ડેપોને મંજુરી આપવામાં આવી હતી
જે પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકારની ગ્રાન્ટ માટે મોરબી સિરામિક એસો દ્વારા સાંસદ મોહનભાઈ કુંડારિયાને રજૂઆત કરવામાં આવી હતી જેને ધ્યાને લઈને કેન્દ્ર સરકાર દ્વારા પીએમ ગતિ શક્તિ યોજના હેઠળ ૨૮૦ કરોડના પ્રોજેક્ટને મંજુરી આપવામાં આવી છે અને હાલ ૧૧૨ કરોડની ફાળવણી કરવામાં આવી છે જેથી રેલ્વે બોર્ડ દ્વારા ઇનલેન્ડ કન્ટેનર ડેપો પ્રોજેક્ટનું કામ આગળ વધશે
મકનસર પાસે ICD બનતા મોરબી સિરામિક ઉદ્યોગકારોને ઈમ્પોર્ટ તેમજ એક્સપોર્ટના ભાડામાં ફાયદો થશે સાથે જ કસ્ટમ ક્લીયરન્સ સરળતાથી થશે જેને પગલે એક્સપોર્ટને વેગ મળશે તેમજ નવી સુવિધા ઉભી થતા નવી ઓફિસોનો પ્રારંભ થશે જેથી નવી રોજગારી ઉભી થશે મોરબીનુ દરરોજ ૧૨૦૦ કંન્ટેનરનુ એક્સપોટઁ હોવાથી હાઈવેના ટ્રાફીકમા ઘટાડો થશે.

(9:53 pm IST)