Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

મોરબીમાં ચૂંટણીના નોડલ અધિકારીઓની બેઠક યોજાઈ.

-આગામી વિધાનસભા ચૂંટણી કામગીરીની વ્યવસ્થાઓ અંગે માર્ગદર્શન આપતા કલેકટર જે.બી.પટેલ

મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર જે.બી પટેલના અધ્યક્ષસ્થાને ચૂંટણીના નોડલ અધિકારીઓની સાથે બેઠકનું આયોજન ગત ગુરૂવારે કલેકટર કચેરીના સભાખંડ ખાતે કરવામાં આવ્યું હતું.આ બેઠકમાં કલેક્ટરએ તમામ નોડલ અધિકારીઓને ચૂંટણી કામગીરી અન્વયે અત્યારથી જ તમામ વ્યવસ્થાઓ કરવા તેમણે સૂચના આપી હતી. વધુમાં મતદાન જાગૃતિના કાર્યકમો પણ વિશેષ સંખ્યામાં યોજવા સૂચના આપી હતી. ઉપરાંત ચૂંટ્ણી સંદર્ભે અનુભવી અધિકારીઓને સાથે રાખી તમામ કામગીરીનું સુચારૂ આયોજન થાય તથા યોગ્ય વ્યવસ્થા જળવાઇ રહે તે મુજબ વિગતે યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.
નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ.એમ. કાથડએ તમામ નોડલ અધિકારીઓને વિભાગવાર કામગીરીની વહેંચણી મુજબ જે તે નોડલ અધિકારીની જવાબદારી હેઠળ આવતી કામગીરી અંગે અત્યારથી વિગતે અભ્યાસ કરી, જાણકારી મેળવી સંલગ્ન તૈયારીઓ કરવા જણાવ્યું હતું.   

 આગામી વિધાનસભાની ચૂંટણી અન્વયે ખર્ચ મોનિટરિંગ નોડલ ઓફિસર તરીકે જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, મદદનીશ ખર્ચ નોડલ ઓફિસર તરીકે નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઈશિતાબેન મેર, મેન પાવર મેનેજમેન્ટ, ઇવીએમ,વીવીપેટ મેનેજમેન્ટ તથા કાયદો અને વ્યવસ્થા નોડલ ઓફિસર તરીકે નિવાસી અધિક કલેક્ટર એન.કે. મુછાર, આચારસંહિતા નોડલ ઓફિસર તરીકે એન.એસ. ગઢવી, ટ્રેનિંગ મેનેજમેન્ટ તથા મટીરીયલ મેનેજમેન્ટ નોડલ ઓફિસર તરીકે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ભરતભાઈ વીડજા, બેલેટ પેપર, ડમી બેલેટ, પોસ્ટલ બેલેટ નોડલ ઓફિસર તરીકે જિલ્લા પુરવઠા અધિકારી દેવાંગ રાઠોડ, મીડિયા નોડલ ઓફિસર તરીકે સહાયક માહિતી નિયામક ઘનશ્યામ પેડવા, CCTV & વેબકાસ્ટિંગ નોડલ ઓફિસર તરીકે આઈ.સી.ટી. અધિકારીશ્રી આર.આર. ગોહિલ, કોમ્પ્યુટરાઈઝેશન તથા C-Vigil નોડલ ઓફિસર તરીકે એલ.ઇ. કોલેજ ના પ્રોફેસર ટી.જી. વસાવા, હેલ્પલાઇન તથા ફરિયાદ નિકાલ નોડલ ઓફિસર તરીકે મામલતદાર એચ.ડી. પરસાણીયા, SMS મોનિટરિંગ અને કોમ્યુનિકેશન પ્લાન નોડલ ઓફિસર તરીકે ડી.ઇ.ઓ. – એન.આઇ.સી. શ્વેતન શાહ, વેલફેર નોડલ ઓફિસર તરીકે જિલ્લા ખેતીવાડી અધિકારી ડો.વિક્રમસિંહ ચૌહાણ, SVEEP નોડલ ઓફિસર તરીકે જિલ્લા શિક્ષણાધિકારી નિલેશભાઇ રાણીપા, PwD નોડલ ઓફિસર તરીકે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અનિલાબેન પીપળીયા, સ્થળાંતરિત મતદારો નોડલ ઓફિસર તરીકે મદદનીશ શ્રમ આયુક્ત મેહુલ હિરાણી, હેલિકોપ્ટર ઉડ્ડ્યન-ઉતરાણ નોડલ ઓફિસર તરીકે માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)ના કાર્યપાલક ઇજનેર કે.એન. ઝાલા, કોવિડ-૧૯ નોડલ ઓફિસર તરીકે એપિડેમિક મેડિકલ ઓફિસર ડો.ચેતન વારેવડીયા, ભાષા ટ્રાન્સલેટર તરીકે એલ.ઇ. કોલેજના આસિસ્ટન્ટ લેક્ચરર કે. કે. દુદાણી તથા ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ નોડલ ઓફિસર તરીકે સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી રાહુલ પ્રજાપતિ વગેરેની નિમણૂક કરવામાં આવી છે.
આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી તથા કલેકટર જે.બી.પટેલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ.એમ. કાથડ, નિવાસી અધિક કલેકટર એન.કે. મુછાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ.ગઢવી, માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)ના કાર્યપાલક ઇજનેર કે.એન. ઝાલા, સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી રાહુલ પ્રજાપતિ, જિલ્લા પુરવઠા અધિકારી દેવાંગ રાઠોડ, જિલ્લા ખેતીવાડી અધિકારી ડો.વિક્રમસિંહ ચૌહાણ, જિલ્લા શિક્ષણાધિકારી નિલેશભાઇ રાણીપા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભરતભાઈ વીડજા, સહાયક માહિતી નિયામક ઘનશ્યામ પેડવા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અનિલાબેન પીપળીયા, મદદનીશ શ્રમ આયુક્ત મેહુલ હિરાણી સહિત વિવિધ વિભાગોના નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(11:21 pm IST)