Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

પીસી-પીએનડીટી એકટ-૧૯૯૪ અન્વયે અમરેલી જિલ્લાકક્ષાની એડવાઈઝરી કમિટીની પુન:રચના અંતર્ગત બેઠક યોજાઈ

અમરેલી:અમરેલી જિલ્લા પંચાયત  આરોગ્ય શાખા, ખાતે પીસી-પીએનડીટી એકટ-૧૯૯૪ અન્વયે જિલ્લાકક્ષાની એડવાઈઝરી કમિટીની પુન:રચના અંતર્ગત નાયબ જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર.એમ.જોશીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. બેઠકમાં પુનઃરચના થયેલ જિલ્લા એડવાઈઝરી સમિતિના નવા સભ્યઓમાંથી અધ્યક્ષની ચૂંટણી કરવા મુદ્દે,  પીએનડીટી એકટ અંગે સરકાર દ્વારા આવેલા વિવિધ ચુકાદાઓ/પરિપત્રોના અમલીકરણ ઉપરાંત જિલ્લામાં ગર્ભ પરીક્ષણ અટકાવવા ઉપરાંત જાગૃત્તિ વધારવા મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ગર્ભ પરીક્ષણ કરવું કે કરાવવું એ કાયદાકીય સજાપાત્ર ગુનો છે. લોકોમાં આ બાબતે જાગૃત્તિ આવે તેવા પ્રયત્નો આરોગ્ય શાખા દ્વારા  કરવામાં આવી રહ્યા છે. વધુમાં લોકો આ બાબતે સ્વજાગૃત્તિ પણ કેળવાઈ તે જરુરી છે.

 બેઠકમાં આઈ,એમ.આઈ. પ્રેસિડેન્ટ ડૉ.ગજેરા, શાંતાબા મેડિકલ કોલેજના સિનિયર ગાયનેકોલોજિસ્ટ શ્રીમતી ડૉ.શોભના મહેતા, ચૈતન્ય ચિલ્ડ્રન હોસ્પિટલના ડો. ગુંજન મોવલીયા, એડવોકેટ શ્રીમતી મમતાબેન ત્રિવેદી સહિતના ઉપસ્થિત રહ્યા હતા

(11:26 pm IST)