Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

સુરેન્દ્રનગરથી અમદાવાદ અને રાજકોટની વધારાની એસ.ટી.બસો દિવાળી તહેવારોમાં દોડાવવા માંગણી

વઢવાણ,તા. ૨૩: સુરેન્દ્રનગરમાં ધનતેરસથી લાભપાચમ સુધી રજાનો માહોલ હોવાથી એસ.ટી બસોમાં મુસાફરોનો ધસારો વધી જાય છે. તેથી આ તહેવારો દરમિયાન સુરેન્દ્રનગરથી અમદાવાદ-અને રાજકોટથી વધારાની બસો દોડાવવા પ્રવાસી જનતામાંથી માંગ ઉઠી રહી છે.

તહેવારો અને લગ્નસરાની મૌસમમાં સુરેન્દ્રનગરથી અમદાવાદ અને રાજકોટની બસોમાં મુસાફરોનો ભારે ઘસારો રહે છે. બસની ક્ષમતા કરતા વધારે મુસાફરો ભરવા પડે તેવી સ્થિતી સર્જાતી હોય છે નાના બાળકો અને ભારે સામાનવાળા મુસાફરોતો હેરાન-પરેશાન થઈ જતા હોય છે બસમાં મહિલાઓ માટે અનામત અને સીનીયર સીટીઝનો માટે અનામત સીટ હોય છે પરંતુ મહિલાઓ અને સિનિયર સીટીજનોને તેનો લાભ મળતો નથી.  દિવાળીના પર્વે મુસાફરોના ભારે ઘસારાને ધ્યાને લેતા એસ.ટી.તંત્રએ અમદાવાદ-રાજકોટ જવા માટે આખો દિવસ કલાકે-કલાકે એસ.ટી.બસ મળે તેરીતે વધારાની ટ્રીપ શરૂ કરીને લોકોને લાભ આપવો જોઈએ તેવી લાગણી અને માંગણી છે.

ડીઝલ અને સી.એન.જી ના ભાવો વધી જતા ખાનગી ટ્રાવેલ્સમાં બસભાડા વધી ગયા હોવાનું જાણવા મળે છે ટ્રેનો પણ પુરેપુરી શરૂ થઇ નથી. દિવાળીના પર્વ દરમ્યાન લોકો એસ.ટી બસોમાં મુસાફરી માટે દ્યસારો કરે તેવી શકયતા નકારી શકાતી નથી. ખાસ કરીને અમદાવાદ-રાજકોટ અને ધાર્મિક સ્થળોના રૂટો બદલવાની માંગ ઉઠી રહી છે.

(10:20 am IST)