Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

વાંકાનેરના સીપીઆઇનું સન્માનઃ

વાંકાનેરઃ સર્કલ પોલીસ ઇન્સપેકટર તરીકે મુકાયેલા બળવંતભાઇ સોનારાનું આહીર સમાજ દ્વારા શાલ ઓઢાડી-પુષ્પમાળા વડે સન્માન કરી શુભેચ્છા આપી હતી.વાંકાનેરમાં અગાઉ પી.આઇ.તરીકે ફરજ બજાવી ચુકેલા બી.પી.સોનારાને ફરી વાંકાનેરમાં સી.પી.આઇ તરીકે મુકવામાં આવ્યા છે. વાંકાનેરમાં પોસ્ટીંગ થતા આહીર જ્ઞાતીના ભુપતભાઇ છૈયા, પ્રવિણભાઇ જાદવ, સિધ્ધરાજભાઇ ડાંગર, રામદેવભાઇ ભાટીયા, રાજુભાઇ મકવાણા, પ્રકાશભાઇ લોખીલ, કરશનભાઇ આહીર, દિવ્યાંગભાઇ કુંભારવાડીયા, હરદારભાઇ વાઢેર, જયદીપભાઇ ડાંગર, નગાભાઇ ડાંગર, મહેશભાઇ કલસરીયા, હીતેશભાઇ આહીર વિગેરેના હસ્તે સીપીઆઇને સન્માન કરવામાં આવ્યું હતુ તે તસ્વીર. 

(10:22 am IST)