Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

ઉપલેટા ગ્રામ્ય વિસ્તારમાં સ્વચ્છ ભારત મીશન હેઠળ ૧૦૦ દિવસ સફાઇ જાગૃતિ કાર્યક્રમો

ઉપલેટા,તા.૨૩:  તાલુકામાં તમામ ગામડાઓમાં સ્વચ્છ ભારત મીશન (ગ્રા) માં ૧૦૦ દિવસ કેમ્પેઈન અંતર્ગત જાગૃતી ના કાર્યક્રમ તેમજ સફાઈ અભિયાનનું આયોજન થયું છે.  ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને ભીત ચિત્ર સહિતના કાર્યક્રમ તેમજ સફાઈ અભિયાન સાથે યોજાનાર છે.

રાજકોટ જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ચાલતી વિવિધ યોજનાઓ પૈકી સ્વચ્છ ભારત મિશન(ગ્રા) યોજના અંતર્ગત ઉપલેટા તાલુકામાં ફેઝ-૨ અને ૧૦૦ દિવસ કેમ્પેઈન અંતર્ગત કોલકી ગામમાં પ્રવાહી કચરા નિકાલ, સામુહિક તથા વ્યકિતગત શોકપીટ અને કમ્પોસ્ટ, સેગીગેશન શેડ, ડોર-ટુ-ડોર કલેકશન વગેરેની કામગીરી કરવામાં આવી રહી છે.

જીલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી જીલ્લા ગામ વિકાસ એજન્સીના નીયામક જે. કે. પટેલ અને એસ.બી.આઈ.(ગા) ના ડી.સી. મીનાક્ષીબેન કાચાના માર્ગદર્શન હેઠળ ઉપલેટા તાલુકાના કોલકી ગામે સ્વચ્છતા સર્વેક્ષણ-૨૦૨૧ અંતર્ગત જાહેર સ્થળો, મંદિરો, શાળા, આંગણવાડી, પંચાયત દ્યર, પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર વગેરે જગ્યાએ સફાઈ અભીયાન સરપંચ નીલમબેન આર. ખાંટ ઉપસરપંચ રમણીકભાઈ કે, ભાલોડીયા, ગ્રામ પંચાયતના તમામ સભ્ય તેમજ ગામના આગેવાન રમેશભાઈ ખાંટ અને વીજયભાઈ પાધડાર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી.

સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૧ અંતર્ગત રાજકોટ જીલ્લાને પ્રથમ સ્થાન અપાવવા માટે લોકો સ્વચ્છતા જાળવી રાખે તે માટે પ્રતીભાવો એસ.એસ.જી ૨૦૨૧ ને એપ્લીકેશનમા આપે તે માટે તાલુકા વિકાસ અધિકારી ઉપલેટા એમ.આઈ. બેલીમ, સીવીલ એન્જીનીયર કે.એ. ડઢાણીયા કલસ્ટર કો ઓર્ડીનેટર કાજબેન ખુબુબેન લખતરીયા અને ભાવેશભાઈ વીરડા દ્વારા તમામ લોકોને અનુરોધ એક યાદીમાં કરવામાં આવેલ હતો. 

(10:23 am IST)