Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

દ્વારકા જીલ્લાના દરેક તાલુકામાં ટીબી રોગ નિદાન માટે એકસ-રે મોબાઇલ વાન

રાજય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૨ સુધીમાં ટીબી રોગને નિર્મુલન કરવાનું નિયત કરેલ છ. આ હેતુને સિદ્ધ કરવા માટે ગુજરાત સરકારના આરોગ્યના ટીબી વિભાગ દ્વારા ગુજરાતના દરેક જિલ્લામાં મોબાઇલ એકસ-રે વાન નક્કી કરેલ તારીખ મુજબ ફરશે. એકસ-રે વાન દ્વારકા જિલ્લામાં આવેલ હોય કલેકટરશ્રી પંડયા, જિલ્લા વિકાસ અધિકારી જાડેજા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી આર.બી.સુતરીયા દ્વારા જીલ્લા પંચાયત ખંભાળીયા ખાતેથી લીલીઝંડી આપી મોબાઇલ એકસ-રે વાનને પ્રસ્થાન કરાવ્યું હતુ. તે વાન ૮-૧૧-૨૦૨૧ સુધી દરેક તાલુકામાં ફરશે. જે મોબાઇલ વાન દુર્ગમ અંતરીયાળ વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ફરી શંકાસ્પદ ટીબીના લક્ષણો ધરાવતા દર્દીના વિસ્તારમાં જઇ છાતીનો એકસ-રે પાડી ટીબી છે કે નહી તેની તપાસ કરશે.

(11:48 am IST)