Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

વાંકાનેર દેવદયા આંખની હોસ્પિટલને મશીનરી અર્પણ

વાંકાનેરઃ રોટરી કલબ ઇન્ટરનેશનલના રોટરી ફાઉન્ડેશનના સહયોગથી રોટરી કલબ ઓફ ૨ાજકોટ તથા શેટરી ઇ-કલબ દિલ્હીની આર્થિક સહાય દ્વારા દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત એન. આચ૨. દોશી આંખની હોંસ્પટલને માતબ૨ ડોબેશન રૂપે આંખની મશીનરી ડોનેશનમાં આપવામાં આવેલ હતી. આંખના મોતિયા, ત્રાંશી આંખ વગેરેના ઓપરેશન માટે અદ્યતન ટેકનોલોજીવાળુ માઇક્રોસ્કોપ, અદ્યતન ફેકો મશીન તથા આંખના રીફ્રેકશન માટે અદ્યતન ટેકળોલોજીવાળુ ફોરોપ્ટ૨ ડોનેશનરૂપે અર્પણ કરવામાં આવેલ હતા. દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટની જ બીજી હોસ્પિટલ દેવદયા ડાયગ્નોસ્ટીક શેન્ટ૨ની પેથોલોજી લેબોરેટરી માટે અદ્યતન સુવિધાવાળુ મશીન અર્પણ કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખભીય છે કે વાંકાને૨ દેવદયા ચેરીટેબલ ટ્રશ્ટ વર્ષ ૨૦૦૧થી આરોગ્યલક્ષી સેવાઓ આપી ૨હયું છે. જેમાં વિનામૂલ્યે તથા રાહતભાવે આંખનું નિદાન,  સારવા૨ તથા ઓપરેશન કરવામાં આવે છે. આ ઉપરાંત ડેન્ટલ કલીનીક, ડીજીટલ એકસ-રે, પેથોલોજી લેબોજેટરી તથા ફીઝીયોથેરાપી વિભાગ ૨ાહત ભાવે ચલાવવામાં આવે છે. ટ્રસ્ટના ફાઉન્ડર ડો. ૨મણીકભાઇ મહેતાના સ્મરણાર્થે મશીનરી અર્પણ કરવામાં આવી હતી. આ પ્રોજેકટમાં લંડન સ્થિત  મનુભાઇ પટેલ અને શ્રીમતિ મધુબેન પટેલની પણ સહાય મળેલ છે. પ્રોજેકટ સફળ કરવા માટે રોટરી કલબ રાજકોટના પી.પી. રોેટે રાજેશભાઇ કોઠારી, પી.પી.રોટે. કિશોરભાઇ દોશી, પી.પી. રોટે. કેતનભાઇ જોશી તેમજ પ્રોજેકટ વર્ષના પ્રેસીડન્ટ રોટે. કલ્પિતભાઇ સંઘવી વગેરેએ જહેમત ઉઠાવી હતી. મશીનરી અર્પણ વિધિમાં વર્તમાન પ્રેસીડન્ટ રોટે. પરેશભાઇ બાબરીયા, રોટે. રાજેશભાઇ કોઠારી, રોટે. કિશો૨ભાઇ દોશી, રોટે. નિશાંતભાઇ વોરા, રોટ. સંદિપભાઇ ગાંધી, રોટે. બિપીનભાઇ ખાચ૨, રોટે. કેયુરભાઇ ગાજીપરા તથા દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટના લંડન સ્થિત ફાઉન્ડ૨ ડો. ભાનુબેન મહેતા અને દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ - યુ.કે.ના પ્રેસીડેન્ટ દેવેશભાઇ મહેતા ઉપસ્થિત ૨હ્યા હતા. મોતિયા તથા ત્રાંસી આંખના 'વિનામૂલ્યે ઓપરેશન'' માટે (બાળકો તથા વયસ્ક - બંને પ્રકારના દર્દીઓ માટે) દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ ચંચાલિત એન.આર.દોશી આંખની હોસ્પિટલ, નવા બસસ્ટેશન પાસે, વિદ્યાભારતી પ્રા.શાળાની સામે, રાજકોટ રોડ, વાંકાને૨ ફોનઃ (૦૨૮૨૮) ૨૨૨૦૮૨ તથા મો. ૯૪૦૮૯ ૩૯૯૮૨, મો. ૭૧૦૦૪ ૪૦૦૨૨ ઉપ૨ સંપર્ક કરી શકાશે. આંખની મશીનરી અર્પણ કરાય તે તસ્વીર.(તસ્વીરઃ નિલેશ ચંદારાણાઃ વાંકાનેર)

(11:43 am IST)