Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

સો કરોડ ડોઝ પુરા થતા મોટી પાનેલી પીએચસી ખાતે પોલીસ પરિવાર દ્વારા બેન્ક પાર્ટી સાથે ભવ્ય ઉજવણી

મોટી પાનેલી : દેશમાં આજે વેકિસનેકશન નો નવો ઇતિહાસ રચાતા સો કરોડ ડોઝ પુરા થયેલ છે જેની ઉજવણી સરકારશ્રી દ્વારા દેશભરમાં કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે ઉપલેટાના મોટી પાનેલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવેલ જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોકટર નર્સ આશાવર્કર બહેનો કર્મચારીઓ સાથે ભાયાવદર તેમજ પાનેલી આઉટપોસ્ટ પોલીસ સ્ટાફ જોડાયેલ બેન્ડવાજા અને ઢોલનગારાના તાલે કર્મચારી બહેનોએ દાંડિયારાસ લઈને ઉજવણીમાં ચારચાંદ લગાવ્યા હતા જે લોકોનું આકર્ષણનું કેન્દ્ર બનતા બહોળી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા ઉજવણી પ્રસંગે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડો.વોરા સાથે ભાયાવદર પીએસઆઇ એસવી ગોજીયા પાનેલી જમાદાર જેન્તીભાઇ મજેઠીયા મેહુલભાઈ સુવા દ્યનસ્યામભાઇ અજીતભાઈ સાથે તાલુકા પંચાયત ઉપ પ્રમુખશ્રી ભામાભાઈ ચાવડા ઉપસરપંચ શ્રી બધાભાઇ ભારાઈ અશોકભાઈ પાંચાણી મહેન્દ્રભાઈ ભાલોડીયા નિલેશભાઈ સાંગેચા વગેરે ગામ આગેવાનો તેમજ સાતવડી ના જટુભા તેમજ આઇજી વાળા પણ જોડાયા હતા.આ તકે આરોગ્ય કેન્દ્રના ડો.વોરા નિકુંજભાઈ રમેશભાઈ તેમજ સાથે તમામ કર્મચારીઓ ની કામગીરીને પણ આગેવાનોએ બિરદાવી કોરોનાં વોરિયર્સ તરીકે સન્માનિત કરેલ. (તસ્વીર-અહેવાલ : અતુલ ચગ -મોટી પાનેલી)

(11:44 am IST)