Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

પોરબંદરમાં ૪ વર્ષથી નાસતો ફરતો પકડ વોરન્ટનો આરોપી ઝડપાયો

પોરબંદર,તા. ૨૩: ચારેક વર્ષથી પકડ વોરંટોના કામે નાસતાં ફરતાં આરોપી મયુર ઉર્ફ શેટી વિનુભાઇને પેરોલ ફર્લો સ્કવોર્ડ પકડીને કોર્ટમાં રજુ કરેલ છે.

જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક, મનિન્દર પ્રતાપસિંગ પવાર દ્વારા તેમજ પોલીસ અધીક્ષક શ્રી, રવિ મોહન સૈની દ્વારા નામદાર કોર્ટમાં લાંબા સમયથી પકડ વોરંટ ના કામે મુદતે હાજર ન રહી કેશ ચલાવવામાં વિલંબ થતો હોય જેથી આવા પકડ વોરંટના કામે લાંબા સમયથી નાશતા ફરતા આરોપીઓ ને શોધી કાઢવા જરૂરી સુચનાઓ આપેલ હોય જે અનુસંધાને એન.એમ.ગઢવી પો.સબ.ઇન્સ. ઇ/ચા પેરોલ ફર્લો સ્કોડ પોરબંદરના માર્ગદર્શન હેઠળ અને સુચના આધારે પેરોલ ફર્લો સ્કોડના માણસો તપાસમા હતા તે દરમ્યાન પો.હેઙ.કોન્સ. પીયુષભાઇ કચરાભાઇ તથા પો.કોન્સ. પ્રકાશભાઇ ગોરધનભાઇ નાઓને બાતમીરાહે હકીકત મળેલ કે પોરબંદર કોર્ટના (૧) ફો.કે. નંબર ૭૩૪/૨૦૧૦ (૨) ફો.કે.નંબર ૧૪૯૨/૨૦૧૦ (૩) ફો.કે.નંબર ૨૫૦/૧૪ (૪) ફો.કે.નંબર ૯૨/૧૮ (૫) ફો.કે.નંબર ૯૮૭/૧૮ ના કામે પકડ વોરંટનો આરોપી મયુર ઉર્ફે શેટી વિનુભાઇ ચાવડા રહે. નવોકુંભારવાડો પોરબંદર વાળો પોતાના પરીવાર સાથે જુનાગઢ જીલ્લાના વંથલી તાલુકાના છત્રાસા ગામે રહેવા જતો રહેલ હોય જે ચોક્કસ હકીકત આધારે તપાસ કરતા આરોપી મળી આવતા મજકુરને પકડી નામદાર કોર્ટ સમક્ષ રજુ કરેલ.

આ કામગીરી કરનાર પેરોલ ફર્લો સ્કવોર્ડ પોરબંદરના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ એન.એમ.ગઢવી તથા પો.હેઙ.કોન્સ. પિયુષભાઇ બોદર તથા પો.કોન્સ. પ્રકાશભાઇ નકુમ, પિયુષભાઇ સીસોદીયા, વજશીભાઇ વરૂ, રોહિતભાઇ વસાવા દ્વારા કરવામા આવેલ છે.

(11:44 am IST)