Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

માણાવદર પાલિકાની ઇલેકટ્રીક માલસમાન, સેનેટરી શાખાના વાહનોની હરાજીમાં અફડાતફડીથી ચકચાર

ભંગારનાં વેપારીઓનો આક્ષેય અધિકારી-પદાધિકારી હાજર ન રહ્યા ? : ડિપોઝીટ લઇ લીધા બાદ હરાજી અનેક પ્રકારે રદ કરવા પાછળ ભયાનક ષડયંત્ર હોવાનું વેપારીઓમાં ચર્ચા પાલિકાને આર્થિક નુકશાની કે ફાયદો ?

(ગિરિશ પટેલ દ્વારા) માણાવદર,તા. ૨૩ : પાલિકાની જાહેર હરાજીની જાહેર ખબરમાં ઇલેકટ્રીકશાખાનો બીનજરૂરી ઇલે.માલ સામાન તથા સેનેટરી શાખાના ભંગાર જેસીબી વાહનો જેમાં ટ્રેકટરો, એમ્બ્યુલન્સ ટ્રેકટર વિથ લોડર, ટ્રેઇલર ટાટા મેજીક, ફાયરફાઇટર વોટર ટેન્કરનું, લીફટર, ગલી એમ્પ્ટીયર, પરચુરણ ભંગાર, પાણી પુરવઠાના લોખંડની લાઇનો, ઇલેકટ્રીક મોટરો, સહિતની જાહેર હરરાજી સીનેટેશન શાખામાં રાખવામાં આવેલ જેમાં અનેક શહેરોમાંથી ભંગારના વેપારીઓ અન્ય નાગરીકો હરરાજીમાં ભાગ લેવા ઉમટી પડતા અફડા-તફડી મચી હતી જેથી ચકચાર મચી જવા પામી છે. આ વેપારીઓનો આક્ષેપ છે કે સમયસર અધિકારી-પદાધિકારી હાજર ન રહ્યા ? બીજી બાજુ ડિપોઝીટ લઇ લીધા બાદ હરરાજી એનકેન પ્રકારે રદ કરવા પાછળ ભયાનક ષડયંત્ર હોવાનું ચર્ચા થઇ રહી છે.

આ માલસમાન હરરાજી કેન્સલ કરવાનું કારણ શું ? તે અંગે ટેલીફોનીક વાતચીત દરમ્યાન ચીફ ઓફિસર વાઘેલાને પુછતા તેઓ કહેલ કે રૂબરૂ આવો લેખિત આપીએ પરંતુ હાજર કેમ નહોતા તો કહે ઓફિસ કામ હતું ? ગોળ -ગોળ વાતો કરી હરરાજી કેન્સલ કેમ કરવી પડી તેનો યોગ્ય જવાબ આવવાના બદલે ફોન કાપી નાખ્યો તેજ બતાવે છે કે ચીફ ઓફિસરની કાર્યવાહી શું શંકાસ્પદ છે. ?

વેપારીઓમાં આ હરરાજીમાં ખુલ્લે આમ ચર્ચા કરી રહ્યા હતા કે બેઠે થાળે કાંઇક આપી દીધુ લાગે છે ? વેપારીઓમાંથી માંગ ઉઠવા પામી છે કે અધિકારીઓ સામે યોગ્ય તપાસ કરવી જોઇએ. તથા આવું કેમ થયું ? તે ઉચ્ચ તંત્રએ યોગ્ય કરવા લોક માંગ ઉઠવા પામી છે. જૂનાગઢના વેપારીએ જણાવ્યુ હતુ કે તેઓ ઉચ્ચકક્ષાએ રજુઆત કરશે.

(11:47 am IST)