Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

કચ્છના ખેડૂતોને કોઇ રાહત પેકેજ જાહેર ના થતા ધીરજ ખૂટીઃ જિલ્લાના ખેડૂતો સર્વે વગર જ તાત્કાલિક સહાય આપવા માંગ

લાંબા સમયથી સહાયની માંગ કરતા કચ્છના ખેડૂતોમાં હવે રોષ દેખાવો

ભુજ તા. ૨૩ : રાજય સરકાર દ્વારા રાજયના ચાર જિલ્લાના ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કર્યા બાદ લાંબા સમયથી સહાયની માંગ કરતાં કચ્છના ખેડૂતોમાં રોષ દેખાયો છે.

જિલ્લામાં ચોમાસા દરમિયાન દોઢ મહિનો વરસાદ વરસ્યો ન હતો જે કારણે જિલ્લાના ખેડૂતો મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત સહાય મેળવવા માંગ કરી રહ્યા હતા. કચ્છને કોઇ રાહત પેકેજ ન મળતા હવે જિલ્લાના ખેડૂતો સર્વે વગર જ તાત્કાલિક સહાય આપવાની માંગ કરી રહ્યા છે.

(11:49 am IST)