Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

લોધીકા તાલુકાના ચાંદલી ગામે સેવા સેતુ કાર્યક્રમ

(ભીખુપરી ગોસાઇ દ્વારા ) ખીરસરા, તા.૨૩: લોધીકા તાલુકા મામલતદાર કચેરી તેમજ તાલુકા પંચાયત કચેરી ના કમઙ્ખચારીઓ દ્વારા તા.૨૨/૧૦/૨૦૨૧થી ૧૦/૧૨/૨૦૨૧ સુધી વિવિધ ગામો મા સેવા સેતુ કાર્યક્રમ યોજાયો આવશે જેના ભાગરૂપે આજે ચાદલી ગામે મામલતદાર શ્રી કે.કે.રાણાવશીયા તાલુકા વિકાસ અધિકારી મીરાબેન સોમપુરા તાલુકા પંચાયત પ્રમુખ ગીતાબેન રાઠોડ જીલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ચેરમેન મોહનભાઈ દાફડા તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ કમાણી મહામંત્રી મોહનભાઈ ખુટ તાલુકા પંચાયત સદસ્ય ઉમેશભાઈ દેસાઇ અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ કિશોરભાઈ ખીમસુરીયા તાલુકા પંચાયત ઉપપ્રમુખ કિશોરભાઈ વસોયા તાલુકા પંચાયત અધ્યક્ષ ધનશયામભાઇ ભુવા તાલુકા પંચાયત સદસ્ય વિપુલભાઈ મોરડ ચાદલી સરપંચ તેમજ રાજકોટ લોધિકા સંધના ડિરેકટર મનસુખભાઈ સરધારા ચાદલી કન્યા છાત્રાલય પ્રમુખ છગનભાઈ મોરડ ભાજપ યુવા અગ્રણી શૈલેષભાઈ રાઠોડ વિગેરે ઉપસ્થિત રહેલ તેમજ ચાદલી ગામ ના લોકો ને આધાર કાર્ડ રાશનકાર્ડ આવકના દાખલા જાતિ ના દાખલા આધારકાર્ડ મોબાઇલ નંબર અપડેટ બેંક ખાતા સાથે લિંક અપ પશુ સારવાર કેમ્પ ફજ્લ્ખ્ રાશનકાર્ડ ચાલુ કરવા વિધવા સહાય પેન્શન યોજના ફોર્મ મંજુર કરવા કિશાન ક્રેડિટ કાર્ડ રાશનકાર્ડ નામ કમી કરવા નામ ચડાવવા યુ શ્રમિક કાર્ડ આરોગ્ય કાડઙ્ખ અટલ પેન્શન યોજના પ્રધાન મંત્રી વિમા સુરક્ષા યોજના નવું કિશાન ક્રેડિટ કાર્ડ મા મર્યાદા વધારો પ્રધાન મંત્રી જીવન જયોતિ યોજના કસ્તુરબા પોષણ સહાય યોજના રસીકરણ આયનોલોઝીક પશુ સારવાર બીજદાણ નવા બેંક ખાતા ખોલવા સુકન્યા સમૃદ્ઘિ યોજના જેવી કેન્દ્ર તેમજ રાજય સરકાર ની અનેક યોજનાઓ નો લાભ અને માહિતી આ સેવા સેતુ કાર્યક્રમ ના માધ્યમ થી પ્રજા ને મળી રહે તેવા હેતુથી તા.૨૨/૧૦ થી ૧૦/૧૨ સુધી વિવિધ તબક્કે લોધીકા તાલુકા ના ૩૮ ગામ ની જનતાને આ સેવા સેતુ કાર્યક્રમ નો લાભ મળશે તેવું લોધીકા મામલતદાર શ્રી તેમ તાલુકા વિકાસ અધિકારી શ્રી તથા તાલુકા પંચાયત પ્રમુખ તેમજ તાલુકા ભાજપ પ્રમુખ ની યાદી મા જણાવે છે.

(11:51 am IST)