Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

કાલે દ્વારકાધીશજીને ધ્વજારોહણ-શોભાયાત્રાઃ સી. આર. પાટીલનુ સન્માન

પૂનમબેન માડમ, જયોતિબેન સામાણી, પબુભા માણેક સહિત ૧૦ હજાર લોકો કાર્યક્રમમાં સહભાગી થશે

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા તા. ર૩ :.. કોરોનાની મહામારી બાદ યાત્રાધામ દ્વારકામાં ધ્વજારોહણ સાથેનો સૌથી મોટો કાર્યક્રમ ભાજપના મંત્રી રઘુભાઇ હુબલ આયોજીત તા. ર૪ મીના દિને યોજાયો છે. 

આહીર સમાજની વાડીમાંથી નિકલનારી ધ્વજાજીની શોભાયાત્રામાં ગુજરાત પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ ત્થા હાલારના સાંસદ પુનમબેન માડમ ત્થા સમગ્ર ગુજરાત ભાજપ સગઠના દરેક જીલ્લાના વડાઓ અને ભાજપના કાર્યકરોની વિશાળ ટીમ અને રાજયના વર્તમાન મંત્રીઓ માજી મંત્રી  ત્થા ધારાસભ્યો સાંસદો સહિતના દશ હજાર જેટલા લોકો જોડાવનાર છે.

કાર્યક્રમની તડામાર તૈયારીઓ દ્વારકા શહેર ભાજપના પ્રમુખ વિજય બુઝડા, યુવા પ્રમુખ વિમલ ચૌહાણા, પાલિકા પ્રમુખ જયોતિબેન સામાણી ત્થા પૂર્વ ધારાસભ્યો પબુભા માડમ, સહિતના સ્થાનીક કક્ષાએથી કરી રહ્યા છે.

તા. ર૪ મીના સવારે સી. આર. પાટીલ ખાનગી ખાસ વિમાન માર્ગ પોરબંદર આવશે અને ત્યાંથી મોટર માર્ગ સીધા દ્વારકા આહીર સમાજની વાડીએ પહોંચશે. જયાં સવારના ધ્વજાજી આયોજન સંકલન સમિતિ આયોજીત બ્લડ કેમ્પમાં ઉપસ્થિત રહેશે.

ત્યારબાદ બપોરના ત્રણ કલાકે આહીર સમાજ ખાતે ધ્વજાજીનું પુજન થશે પુજન બાદ શહેરમાં ભવ્યાતિ ભવ્ય વિશાળ શોભાયાત્રા નિકળનાર છે. જેમાં ૩૧ ખુલ્લી જીપ ત્થા ૩૧ અશ્વો અને ૩૧ ઉંટ ગાડા સાથેનો વિશાળ જન સમૂદાય વાજતે ગાજતે દેશભકિતના ગીતો ત્થા ભકિત ભાવ વંદનાના ગીતો સાથે શોભાયાત્રા ૩ કિ. મી.ના અંતરે થતી પસાર થઇને દ્વારકાધીશ મંદિર પહોંચશે. શહેરના માર્ગો ઉપર શોભાયાત્રાનું દરેક સમાજની સંસ્થાના વડાઓ સ્વાગત સન્માન પણ કરશે અને સાંજે પાંચ કલાકે ભકિત - શ્રધ્ધા શિખર ઉપર ધ્વજાજીનું આહોરણ થશે.

તા. ર૩ મીના રોજ પાલીતાણા થી ભાજપના યુવા વર્ગ દ્વારા ૩૦૦ વાહનોના કાફલો રેલી સ્વરૂપે દ્વારકા આવી પહોંચશે.

ધ્વજાજી આહોરણ બાદ આહિર સમાજ ના પરિસરમાં પાટીલને રકત તુલાથી સન્માનીત કરવામાં આવશે તેમજ યુવા ભાજપ દ્વારા રાષ્ટ્રને સર્મપિત કરતો સંકલ્પનો કાર્યક્રમ પણ થનાર છે.

રાત્રીના સાડા નવ વાગ્યે ભોજન સંભારમ બાદ લોક સાહિત્યકાર માયાભાઇ આહીરનો કાર્યક્રમ પણ યોજાયો છે. 

(11:52 am IST)