Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

જામનગરના લાખાબાવળ નજીક ખંભાળીયા હાઇવે પર બાઈક અને ઇકો વચ્ચે ગમખ્વાર અકસ્માત : નાઘેડી વાડીમા રહેતા દંપતિ ગંભીર

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૩ જામનગરના લાખાબાવળ નજીક  ખંભાળીયા હાઇવે પર બાઈક અને ઇકો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો            આ અકસ્માતમાં 35 વર્ષીય વિક્રમભાઈ ઉદેસિંહ બગલ અને તેના પત્ની લલીતાબેન વિક્રમભાઈ બગલ (ઉ.વ 30)ને ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર માટે ખસેડાયા છે આ અકસ્માતમાં ઘવાયેલા બંને લોકો દંપતી છે અને નાઘેડી જીવાભાઈ ની વાડી મા રેતા હોવાનું જાણવા મળ્યું છે નાઘેડી થી લખાબાવાલ રોડ ઉપર અકસ્માત થયો હતો. અકસ્માતમાં ઘવાયેલા દંપતિને ગંભીર હાલતમાં 108 દ્વારા તાત્કાલિક જી.જી. હોસ્પિટલ માં સારવાર માટે ખસેડાયા છે.(તસવીર:કિંજલ કારસરીયા, જામનગર)

(12:47 pm IST)