Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

જસદણની ગોવર્ધનનાથજીની હવેલીમાં શરદપૂર્ણિમા નિમિતે મહારાસ યોજાયો

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા. ૨૩: સૌરાષ્ટ્રમાં શ્રીનાથજીના તીર્થ તરીકે પ્રસિદ્ઘ જસદણની પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયની શ્રી ગોવર્ધનનાથજીની તથા શ્રી બાલકૃષ્ણ લાલજીની હવેલીમાં તાજેતરમાં શરદ પૂર્ણિમાના દિવસે શરદ ઉત્સવ યોજાયો હતો.

જસદણની ગોવર્ધનનાથજીની તથા શ્રી બાલકૃષ્ણ લાલજીની હવેલીમાં શરદ પૂર્ણિમાના દિવસે સાંજે શરદ પૂનમનાં ખાસ દર્શન આરતી યોજાયા હતા. ત્યાર બાદ રાત્રે બહેનો માટે મહા રાસ યોજાયા હતા. રાસની પૂર્ણાહુતિ બાદ ઉપસ્થિત તમામ ૩૫૦ થી વધારે વૈષ્ણવોને અલ્પાહાર આપવામાં આવ્યો હતો. મુખ્યાજી દ્યનશ્યામભાઈ જોશીએ સાંજે શયનના દર્શન સમયે ઠાકોરજીના શરદ પૂર્ણિમાના દર્શન કરાવ્યા બાદ આરતી ઉતારી હતી. વૈષ્ણવ હવેલીના પ્રમુખ કિરીટભાઈ સી. પટેલ, ટ્રસ્ટી ભરતભાઈ જનાણી,ભરતભાઇ ધારૈયા, અશોકભાઈ મહેતા, સંજયભાઈ સખીયા, હસુભાઈ ગાંધી, બટુકભાઈ તન્ના, ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઈ બાબરીયા, કમલેશભાઈ ચોલેરા, મંત્રી ધર્મેશભાઈ કલ્યાણી, સહમંત્રી નિલેશભાઈ રાઠોડ, સાગરભાઇ દોશી, ખજાનચી ચંદુભાઈ વડોદરીયા, કિશોરભાઈ ગઢવી, કિરીટભાઈ મણિયાર, નીતિનભાઇ ભાડલીયા, આશિષભાઈ સોમૈયા, સહિતનાં લોકોએ શરદ ઉત્સવ નિમિત્ત્।ે ખાસ શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમનું સંચાલન દિલીપભાઈ કલ્યાણીએ કર્યું હતું. જયકાંતભાઈ છાંટબાર, હરીશભાઈ શેઠ, પરેશભાઈ દીવાન, ચંદ્રેશભાઇ પરમાર, લાલાભાઈ થડેસ્વર, સોમૈયભાઈ, મનનભાઈ શેઠ, પરેશભાઈ છાંટબાર, નીરવભાઈ જસમાણી સહિતના છત્રી બજાર વિસ્તારની ટીમે અલ્પાહાર વ્યવસ્થા માટે જહેમત ઉઠાવી હતી. 

(1:17 pm IST)