Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

પોરબંદરઃ ગેરકાયદે હથિયાર સાથે પકડાયેલ આરોપીનો નિર્દોષ - છૂટકારો ફરમાવતી કોર્ટ

પોરબંદર તા.ર૩ : પોરબંદર તાલુકાના ટુકડા ગામેથી સને - ર૦૦૪ની સાલમાં ગેરકાયદેસર હથિયાર સાથે પકડાયેલ આરોપીને નિર્દોષ છુટકારો કોર્ટે ફરમાવેલ છે.

અત્રે પ્રાપ્ત વિગતો મુજબ માધવપુર પોલીસ સ્ટેશનમાંગત તા.૮-૪-ર૦૦૪ના રોજ મેરખી આલાભાઇ સોલંકી રહે. પાદરડી, તા. રાણાવાવ હાલ ટુકડા ગામની મથર સીમ, વાડી વિસ્તાર તા.જી.પોરબંદર વાળાની સામે એવા મતલબનો ગુન્હો નોંધાયેલ કે આરોપી ટુકડા ગામની સીમાંથી કોઇપણ જાતના પાસ પરમીટ વગર પોતાના કબજા, હવાલામાં દેશી બનાવટની મજલ લોડીંગ સીંગલ બોરની એક બંદુક રાખી મળી આવેલહવા સબંધેની હકીકત જાહેર થતા પોલીસે આરોપીની સામે ધોરણસર ફરિયાદ દાખલ કરી આરોપીઓ વિરૂધ્ધ ઇન્સાફ થવા સારૂ ચાર્જશીટ દાખલ કરવામાં આવેલ.

આરોપીઓ પક્ષે વકીલ મારફત દલીલો કરતાં જણાવવામાં આવેલ કે, આ કામે પંચો હોસ્ટાઇલ છે.તેમજ પોલીસ દ્વારા લેવાયેલ નિવેદનો અને કોર્ટમાં લેવાયેલ જુબાની બંન્નેમાં વિરોધાભાષો કોર્ટ સમક્ષ રજુ કરેલા અને નામ ગુજરાત હાઇકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓ રજુ કરેલા અને વધુમાં જણાવેલ કે, કલેકટરશ્રી પાસે પ્રોસીકયુશનની મંજુરી લેતા સમયે સેકશન ઓથોરીટી સમક્ષ હથિગયાર ધારાની કલમ ર(૧-ઇ) મુજબ અગ્નીશસ્ત્ર હોવું જોઇએ અને હથિયાર ચાલુ હાલતમાં હતુ કે કેમ ? તેની સ્પેસીફીક કેરેકટરી સ્ટીક અકબંધ હતી કે કેમ ? તે જિલ્લા મેજીસ્ટ્રેટ સમક્ષ મુકવામાં આવેલ નથી, અને એફ.એસ.એલ.નો રીપોર્ટ પણ પાછળથીતૈયાર છે.

આમ હથિયાર ચાલુ હતુ કે બંધ હતુ ? તે નકકી કરવા માટે સેકશન ઓથોરીટી પાસે કોઇ આધાર - પુરાવાઓ ન હોવા છતા હાલની મંજુરી માત્ર પોલીસ માંગેલ હોય, જેથી માઇન્ડ એપ્લાઇ કર્યાવગર જ આપી દીધેલી

આ કેસમાં પોલીસે કોઇ સ્વતંત્ર સાહેદોના નિવેદનો નોંધેલ નથી, સ્વતંત્ર સાહેદોની હાજરી હોવા છતાં પોલીસે નિવેદનો નોંધેલ નથી, અને તે રીતે ફરીયાદીના કેસમાં શંકા ઉભી થાય છે.અ ામ વિવિધ ચુકાદાઓ તેમજ ફરીયાદ પક્ષે રજુ થયેલા પુરાવાઓને કાયદા માફરત ખંડન કરી આરોપીઓને નિર્દોષ જાહેર કરવા અપીલ કરતા કોર્ટે આરોપીઓના વકીલશ્રી તરફથીક રવામાં આવેલ દલીલો તેમજ રજુ થયેલા પુરાવાઓને ધ્યાને લઇ આરોપીઓને હથિયા રધારાના ભંગ સબબ નોંધાયેલા ગુન્હામાંથી નિર્દોષ ઠારવી છોડી મુકવાનો હુકમ કર્યો હતો.

આરોપીઓ પક્ષે પોરબંદરના ધારાશાસ્ત્રી  જે.પી. ગોહેલની   એમ.જીશીંગરખીયા, એન.જી.જોષી, રાહુલ એમ. શીંગરખીયા, એમ.ડી. જુંગી, પંકજ પરમાર, વિનોદ પરમાર, જીગ્નેશભાઇ ચાવડા તથા મયુર સવનીયા રોકાયેલા હતા. 

(1:20 pm IST)