Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

પોરબંદરમાં જુગાર રમતા એક મહિલા તથા પાંચ પુરૂષો ર૯ હજારની રોકડ સાથે ઝડપાયા

પોરબંદર, તા. ર૩ :  બોખીરા તુંબડામા રહેણાંક મકાનમાં જુગાર રમતા ૧ મહિલા તથા પ પુરૂષોને ર૯૭૩૦ રોકડ સાથે પોલીસે પકડી પાડેલ છે.

જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક મનીંદર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડૉ.રવિ મોહન સૈની સાહેબ નાઓ દ્વારા જિલ્લામા દારૂ/જુગારની ગે.કા.પ્રવૃતી નાબુદ કરવા આપેલ ખાસ સુચના અન્વયે પોરબંદર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જે.સી.કોઠીયાનાઓના માર્ગદર્શન હેઠળ પો સબ.ઇન્સ એસ.એ.સોલંકી તથા ઉદ્યોગનગર પો.સ્ટે.ના પોલીસ સ્ટાફના માણસો ઉદ્યોગનગર પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીંગમા હતા. દરમ્યાન લોકરક્ષક વિજયભાઇ ખીમાભાઇ નાઓને ખાનગીરાહે મળેલ બાતમી મુજબ ચેકિંગ કરીને બોખીરા તુંબડા ગલીમા રહેતા સંતોકબેન સરમણભાઇ લીલાભાઇ ચુડાસમા પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાને પોતાના ફાયદા માટે બહારથી માણસોને બોલાવી નાલ ઉઘરાવી પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનમાં પૈસા પાના વડે હાર જીતનો તીનપત્તી નામનો જુગાર રમતા સંતોકબેન સરમણભાઇ લીલાભાઇ ચુડાસમા ઉ.વ.૫૦ રહે.બોખીરા, સુનિલ જયેશભાઇ થાનકી ઉ.વ.૧૯ રહે.બોખીરા તુંબડા , જયેશ ગોવિંદભાઇ વાજા ઉ.વ.૩૦ રહે.બોખીરા તુંબડા,  નિલેષ ઉર્ફે મિસ્ત્રી મનસુખભાઇ ભરડવા ઉ.વ.૩૫ રહે.બોખીરા કે.કે.નગર તથા સાહિલ ભીખુભાઇ ખરજ ઉ.વ.૨૨ રહે.બોખીરા તેમજ તથા માલદે કચરાભાઇ વાજા ઉ.વ.૩૫ રહે.બોખીરા તેમજ  તુંબડાવાળાને રોકડ રૂ.૨૯,૭૩૦/- ના મુદામાલ સાથે પકડી પાડેલ છે. અને ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમા જુ.ધા.કલમ-૪, ૫ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. 

આ કામગીરી કરનાર ઉદ્યોગનગર પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ. એસ.એ.સોલંકી તથા પો.કોન્સ. હોથીભાઇ અરજનભાઇ, ચનાભાઇ વેજાભાઇ, પોપટભાઇ વિરમભાઇ, ભરતભાઇ ભનુભાઇ, ધર્મેન્દ્રસિંહ દિલુભા તથા લોકરક્ષક વિજયભાઇ ખીમાભાઇ, યુવરાજસિંહ ધર્મેન્દ્રસિંહ વિગેરે રોકાયેલ હતા.

(1:25 pm IST)