Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

ગૌમાતા માટે ધરણા ઉપર બેસેલા યુવકોને પારણા કરાવોઃ અંબરીશભાઇ ડેર

ભુપેન્દ્રભાઇ પટેલને પત્ર પાઠવીને ન્યાય આપવા રાજુલાના કોંગ્રેસના ધારાસભ્યની માંગણી

રાજકોટ તા. ૨૩: રાજુલાના કોંગ્રેસના ધારાસભ્ય અંબરીભાઇ ડેરએ મૂખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને પત્ર પાઠવીને ગૌમાતા માટે પ માંગો સાથે દિલ્હીમાં ધરણા ઉપર બેસેલા યુવાનોને ન્યાય આપીને પારણા કરાવવા માંગ કરી છે.

અંબરીશભાઇ ડેરએ વધુમા જણાવ્યું છે.  ગૌમાતાને રાષ્ટ્રમાતાનું સન્માન આપી સમગ્ર ભારતમાં ગૌહત્યા સંપુર્ણ બંધ થાય એ મુખ્ય માંગ સાથે ૧૧/૧/ર૦ર૧ થી દિલ્હી, જંતર-મંતર પર આપણા ગુજરાતના યુવાન અર્જુન આંબલીયા શાંતિપૂર્ણ ધરણા કરી રહ્યા છે આ લડતમાં જુદા-જુદા સામાજિક સંગઠનો, ધાર્મિક સંગઠનો, સાધુ-સંતો વગેરે સમર્થન કરી રહ્યા છે.

આ શાંતિપૂર્ણ ધરણા આંદોલનમાં ગુજરાતના અન્ય યુવાનો ર૯/૯/ર૦ર૧ થી સત્યાગ્રહ છાવણી, ગંધીનગર ખાતે ગાયની પ માંગો સાથે શાંતિપૂર્ણ ધરણા પર બેસી આંદોલન ચલાવી રહ્યા છે. જેને અમારૂ પણ સમર્થન છે. તેથી આપના માધ્યમથી સરકારને અપીલ કરૂ છું. કે ગુજરાત સરકાર ગાયને રાષ્ટ્રમાતાનુ઼ સન્માન આપવા વિધાનસભામાં ઠરાવ પાસ કરી અન્ય રાજયોની સરકારની જેમ કેન્દ્ર સરકારને સમર્થન આપે.

આ બાબતે અલ્હાબાદ હાઇકોર્ટ પણ કેન્દ્ર સરકારને ગાયને રાષ્ટ્રીય દરજજો આપવાનું સુચન કર્યું  છે. ત્યારે સરકાર દ્વારા આવું કોઇ બિલ, ખરડો કે ઠરાવ વિધાનસભામાં આવશે તો અમારૂ પુર્ણ સમર્થન રહેશે. ધરણા ઉપર બેઠેલા યુવાનોને રસકાર પારણા કરાવે એવી આશા અંબરીશભાઇ ડેરે વ્યકત કરી છે.

(1:26 pm IST)