Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

ગિરનાર રોપ-વે શરૂ થયાને કાલે એક

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ર૩: ગિરનાર રોપ-વે શરૂ થયાને આવતીકાલે એક વર્ષ પૂર્ણ થઇ રહ્યું હોય કંપની દ્વારા ૧રપ વૃધ્ધોને રોપ-વેની સફર કરાવાશે.

ગત વર્ષે ર૪ ઓકટોબરનાં રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગિરનાર રોપ-વેનું લોકાર્પણ કર્યું હતું આવતીકાલ રવિવારે ગિરનાર ઉડન ખટોલાને સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ થઇ રહ્યું છે.

ઉષા બ્રેકો કંપનીનાં રિજીયોનલ હેડ દિપક કપલીસે અકિલા સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવેલ કે, ગિરનાર રોપ-વેને એક વર્ષ પૂર્ણ થયું હોય બીજા વર્ષમાં પ્રવેશનાં અવસરે આવતીકાલ તા. ર૪ ઓકટોબર રવિવારનાં રોજ કંપની દ્વારા ૧રપ વૃધ્ધ વડીલોને વિનામૂલ્યે રોપ-વેની સફર કરાવી અને ગિરનાર અંબાજી માતાનાં દર્શન કરાવવામાં આવશે.

આ તકે, સાંસદ રાજેશ ચુડાસમા ઉપસ્થિત રહેશે રોપ-વેની સફર અને દર્શનની સાથે વૃધ્ધો માટે સાત્વીક ભોજનનું પણ આયોજન કરાયું છે.

દિપક કપલીસે વધુમાં જણાવેલ કે, દેશમાં વેકિસન ડોઝનો ૧૦૦ કરોડનો આંક પાર થયો હોય જેની ખુશાલીરૂપે કોવિડ વિરોધી વેકિસનનાં જેણે બે ડોઝ લીધા હોય તેવી પ્રથમ ૧૦૦ વ્યકિત ગિરનાર રોપ-વેની નિઃશુલ્ક સફર માણી શકશે. (૭.રપ)ખ્વર્ષ

પૂર્ણ-૧રપ વૃધ્ધોને રોપ-વેની સફર કરાવાશે

રવિવારે બીજા વર્ષમાં પ્રવેશ નિમિતે ૧૦૦ વ્યકિતને નિઃશુલ્ક રોપ-વે સેવા

(1:30 pm IST)