Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

ધોરાજી ઉપલેટા રોડ પર રાયધરાના પુલ પાસે કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત : પાટણવાવના પટેલ યુવાનનું ઘટનાસ્થળે મોત

પાટણવાવના પટેલ પરિવારનો યુવાનનો ઘટનાસ્થળે મોત થતાં દિવાળીના તહેવાર ઉપર માતમ છવાયો

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ધોરાજી ઉપલેટા નેશનલ હાઈવે રાયધરાના પુલ પાસે ફોરવીલ અને ડમ્પરનો અકસ્માત થતા કારચાલકનો ઘટના સ્થળે મોત થયું હતું

પ્રાપ્ત માહિતી મુજબ ધોરાજી ઉપલેટા નેશનલ હાઈવે સુપેડી ગામ પાસે રાયધરાના પુલ પાસે પાટણવાવ  ખાતે રહેતા પટેલ યુવાને અલ્પેશ ધીરુભાઈ પેથાણી (ઉંમર વર્ષ 43) ( રહે પાટણવાવ ) પોતાની કાર લઇને જતા હતા ત્યારે સામેથી પૂરઝડપે અને બે ફિકરાઈ ભરી રીતે  ડમ્પર નંબર g j 14 w 3672 નંબર ના ચાલકે  હડફેટે લેતા ગંભીર અકસ્માતમાં કારનો બુક્કો બોલાઈ ગયો હતો આ સમયે કારચાલક અલ્પેશ ધીરુભાઈ પેથાણી (ઉંમર વર્ષ 43 )ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

 આ બનાવની જાણ થતાં ધોરાજી પોલીસ હિતેશભાઈ ગરેજા અને સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને યુવાનને કારમાંથી બહાર કાઢી તાત્કાલિક ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે લઇ આવવામાં આવે ઉપરાંત ઘટનાની તપાસ ધોરાજી પોલીસ ચલાવી રહી છે

પાટણવાવના પટેલ પરિવારનો યુવાનનો ઘટનાસ્થળે મોત થતાં દિવાળીના તહેવાર ઉપર માતમ છવાઈ ગયું હતું
ઉપરોક્ત બનાવ અંગે ધોરાજીના પોલીસ ઈન્સપેક્ટર હુંકુમતસિંહ જાડેજા ની સૂચનાથી પોલીસ જમાદાર હિતેશ ભાઈ ગરેજા તપાસ ચલાવી રહ્યા છે

(8:56 pm IST)