Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

કહેવાતા ભુવાએ સળગાવેલી ઉર્મિલાનું મોતઃ બનાવ હત્યામાં પરિણમ્યો

જસદણના વિરનગરમાં નિલેષ કટારાએ સતિષ અને મુકેશની મદદથી પરિણીતાને બુધવારે રાતે મારકુટ કરી દઝાડી હતીઃ રાજકોટમાં મોડી રાતે દમ તોડ્યો : નિલેષ કટારાએ કહેલું-આ મારા મંત્ર લઇ ગઇ છે, પાછા અપાવો નહિતર આપણને પતાવી દેશે...એ પછી ઉર્મિલાના નણદોયામુકેશ અને મુકેશ તેણીના પગ પર બેસી ગયેલ અને મુકેશનો માસો સતિષ પીઠ પાછળ બેસી ગયેલોઃ બાદમાં બધાએ મોઢા-આંખ પર ઢીકા માર્યા અને છેલ્લે નિલેષે પુળો સળગાવી લાત મારી ઉર્મિલા પર ફેંકયો'તોઃ ત્રણેય આરોપી સકંજામાં

મંત્રવિધીના નામે જેને મારકુટ કરી મકાઇનો સળગતો પુળો ફેંકી દઝાડાઇ હતી તે ઉર્મિલા ચંદાણાનો નિષ્પ્રાણ દેહ અને તેનો પતિ પંકજ ભાણાભાઇ ચંદાણા જોઇ શકાય છે

રાજકોટ તા. ૧૯: જસદણના વિરનગરમાં ભરતભાઇ રૂપારેલીયાની વાડીમાં પતિ, સંતાન સાથે રહી મજૂરી કરતી મુળ મહિસાગર જીલ્લાના સંતરામપુર તાબેના કોતરા ગામની પરીણિતા ઉર્મિલા પંકજ ચંદાણા (આદિવાસી) (ઉ.વ.૨૩)ને બુધવારે રાતે સાડા નવેક વાગ્યે વાડીએ હતી ત્યારે તેના કુટુંબના અને અહિ જ મજૂરી કરતાં તેમજ પોતાને દશામાનો ભુવો ગણાવતાં નિલેષ કાળુભાઇ કટારાએ 'હું દશામાનો ભુવો છું, તું મારા મંત્રો લઇ ગઇ છો, પાછા આપી દે' કહી બીજા બે શખ્સોની મદદથી તેણીને મોઢા પર મુક્કા મારી તેમજ શરીરે માર મારકુટ કર્યા બાદ નિલેષે મકાઇનો પુળો સળગાવી સળગતા પુળાને પાટુ મારી ઉર્મિલા પર ફેંકતા તે ગંભીર રીતે દાઝી ગઇ હતી. તેણીનું સારવાર દરમિયાન મોત નિપજતાં બનાવ હત્યામાં પરિણમ્યો છે. આ મામલે પોલીસે નિલેષ, મૃતકના નણદોયા, નણદોયાના માસા સહિત સામે ગુનો નોંધ્યો હતો.

ઉર્મિલાને રાજકોટ દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના રણછોડભાઇ સબાડે જાણ કરતાં આટકોટ પીએસઆઇ કે. પી. મેતા, રસિકભાઇ, દશરથભાઇ સહિતના સ્ટાફે રાજકોટ આવી ઉર્મિલાના પતિ પંકજ ભાણાભાઇ ચંદાણા (આદિવાસી) (ઉ.વ.૨૪)ની ફરિયાદ પરથી તેના બનેવી મુકેશભાઇ નાથુભાઇ કટારા, બનેવીના માસા સતિષભાઇ તથા બનેવીના ભત્રીજા નિલેષ કાળુભાઇ કટારા સામે આઇપીસી  ૩૦૮, ૩૨૩, ૫૦૮, ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો હતો. સારવારમાં ઉર્મિલાએ દમ તોડતાં કલમ ૩૦૨નો ઉમેરો કરાયો છે.

પંકજે ફરિયાદમાં જણાવ્યું છે કે હું મુળ સંતરામપુરના કોતરા ગામનો છું. હાલમાં વિરનગર રહી ખેત મજૂરી કરુ છું. સંતાનમાં દોઢ વર્ષનો દિકરો ધ્રુમિલ છે. મારા બનેવી મુકેશભાઇ કટારાએ ભરતભાઇ રૂપારેલીયાની વાડી ભાગમાં વાવવા રાખી છે. અઢી મહિનાથી હું બનેવી, બહેન વિસ્તી, નાના ભાઇ હરેશ, નાની બહેન અસ્મિતા, બનેવીનો ભત્રીજો નિલેષ કટારા, બનેવીના માસા સતિષભાઇ, તેના પત્િ ન શિલ્પાબેન એમ બધા વિરનગરમાં મજૂરી કરીએ છીએ. બુધવારે ૧૮મીએ રાતે નવેક વાગ્યે હું  મારી પત્નિ ઉર્મિલા, બનેવી મુકેશભાઇ, બહેન વિસ્તી, નાનો ભાઇ હરેશ, બહેન અસ્મિતા, બનેવીનો ભત્રીજો નિલેષ, નિલેષની બહેન સુમિત્રા, બનેવીના માસા સતિષભાઇ એમ બધા ભરતભાઇ રૂપારેલીયાની વાડીના મકાને બેઠા હતાં ત્યારે નિલષે હાથ ઉંચો કરી મારી પત્નિ બાજુમાં બેઠી હોઇ તેની સામે જોઇ કહેલુ કે, 'હું દશામાનો ભુવોછું, તે મારા માતાજીના મંત્ર લઇ લીધા છે'...એ પછી નિલેષે મારા બનેવી અને સતિષભાઇને કહેલ કે 'ઉર્મિલાએ મારા મંત્રો લઇલીધા છે, એ તેની પાસેથી પાછા અપાવો નહિતર આપણને બધાને પતાવી દેશે'...ત્યારબાદ મારા બનેવી મુકેશભાઇ મારી પત્નિના પગ પકડી પગ પર બેસી ગયેલ અને સતિષ પીઠ પાછળ બેસી ગયેલ. મુકેશ અને સતિષ બંનેએ ઢીકા મારી નિલષેને માતાજીના મંત્ર પાછા આપી દેવા કહેલુઉ એ પછી સતિષે મારી પત્નિને મોઢા પર ઢીકો મારતાં હોઠમાંથી લોહી નીકળી ગયા હતાં. ડાબી આંખ પર પણ ઢીકો માર્યો હતો. નિલેષે મને મકાન અંદર જતાં રહેવાનું    કહેતાં હું રૂમમાં જતો રહ્યો હતો અને બારીમાંથી બધુ જોતો હતો. એ પછી નિલેષે મકાઇનો પુળો સળગાવ્યો હતો અને સતિષ તથા મુકેશને દૂર હટી જવાનું કહ્યું હતું. ત્યારબાદ નિલેષે સળગતા પુળાને પાટુ મારી મારી પત્નિ ઉર્મિલા ઉપર ફેંકતા તેણીના કપડાને આગ લાગતાં તે રાડો પાડવા માંડી હતી. ત્યારબાદ હું દોડીને રૂમમાંથી બહારઅ ાવ્યોહ તો અને મારા સાળાએ શેઠ અશોકભાઇને ફોન કરી બોલાવ્યા હતાં. આજુબાજુની વાડીવાળા પણ ભેગા થઇ જતાં ૧૦૮ મારફત અમે જસદણ હોસ્પિટલે અને ત્યાંથી રાજકોટ લાવ્યા હતાં. દરમિયાન સારવારમાં ઉર્મિલાએ રાતે રાજકોટ સિવિલમાં દમ તોડી દેતાં બનાવ હત્યામાં પરિણમ્યો છે. આટકોટ પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

(11:05 am IST)