Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

પ્રભારી સચિવ નલિન ઉપાધ્યાય દ્વારા કોવિડની સ્થિતિ અંગે જામનગરમાં સમીક્ષા બેઠક

જામનગરઃ હાલમાં સમગ્ર ગુજરાતમાં શિયાળાના આગમન સાથે અને દિવાળીના તહેવારો બાદ ફરી કોરોનાના કેસો ઉછાળો જોવા મળ્યો છે. આ સમયે કોરોનાનાસંભવિત સેકન્ડ વેવની સ્થિતિમાં જામનગર જિલ્લાને વધુ સલામત રાખી શકાય તે માટે જામનગરના પ્રભારી સચિવશ્રી નલિન  ઉપાધ્યાય દ્વારા જિલ્લાના લાઇઝન અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં સર્વેલન્સ વધારવા, આઈ.ઇ.સી એકિટવિટી દ્વારા લોકોને વધુ સમજૂતી કરવા અને ટેસ્ટ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. જામનગરમાં ભીડભાડવાળા વિસ્તારમાં માસ્ક વગર ફરતા લોકો સામે કરી સખ્તાઇ દાખવવામાં આવશે તેમ જણાવી પ્રભારી સચિવશ્રીએ બેઠક બાદ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, હાલમાં જે વિસ્તારમાંથી વધુ કેસ આવી રહ્યા છે તે વિસ્તારોમાં સર્વેલન્સની એકિટવિટી વધુ સદ્યન કરવામાં આવશે. ધનવંતરી રથ અને સંજીવની રથની આસરકારક કામગીરીનો પણ ફરી ઉપયોગ કરવામાં આવશે.  હોસ્પિટલના સ્તરે તમામ પૂરતી દવાઓ, ટેસ્ટિંગ માટે પૂરતા પ્રમાણમાં કીટ અને આર.ટી.પી.સી.આર કરવામાં માટે તેમજ બેડ, સ્ટાફ વગેરેની તમામ સુવિધાઓ પૂરતા પ્રમાણમાં છે. આ સમયે લોકો વધુ સાવધાન થઈ અને માસ્કનો ઉપયોગ કરે, સોશિયલ ડિસ્ટન્સ જાળવે અને હાથની સ્વચ્છતાનો ખ્યાલ રાખે તે ખૂબ આવશ્યક છે તેવી અપીલ સાથે પ્રભારી સચિવશ્રીએ કહ્યું હતું કે, જયાં સુધી વેકસિન નહીં ત્યાં સુધી ઢીલાશ નહીં તેમ લોકો સમજી અને સ્વયંશિસ્ત જાળવે તો જામનગરને આપણે સલામત રાખી શકીશું.

(11:36 am IST)
  • દિલ્હીની બે બજારો બંધ કરી દેવાઈ : પશ્ચિમ દિલ્હીના બે બજારો જનતા માર્કેટ અને પંજાબી બસ્તી બાઝારને ૩૦મી સુધી બંધ કરી દીધા છે : અહિં નિયમોનું ઉલ્લંઘન અને ભારે ભીડ સર્જાતી હતી : કોરોનાએ અહિં રાડ બોલાવી દીધી છે access_time 11:32 am IST

  • મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં જામતી ઠંડીઃ કાલથી ચેન્નાઈમાં ધમધોકાર વરસાદ : મહારાષ્ટ્રમાં મુંબઈ, પુણે, નાસિક, મહાબલેશ્વર સહિતના સ્થળોએ રાત્રીના અને વ્હેલી સવારે હવે ઠંડી જામતી જશે : વિશ્વ પ્રસિદ્ધ મહાબળેશ્વરમાં તો ૧૧-૧૨ ડિગ્રી જેવું ઠંડુ ઉ.માન થઈ જશે : ચેન્નાઈમાં આવતીકાલથી ૨૪-૨૫ બે દિવસ ધમધોકાર વરસાદ પડશે : ૨૫મીએ ૪ ઈંચથી પણ વધુ ભારે વરસાદ ખાબકવાની આગાહી થઈ છે : કાલે અને પરમદિવસે, મંગળ-બુધવારે જોરદાર પવન ફૂંકાશે : દિલ્હીનું હવામાન સવારનું ૧૧ ડિગ્રી અને દિવસનું ૨૪ ડિગ્રી આસપાસ રહેશે access_time 11:31 am IST

  • મદ્રેસામાંથી ઝડપાયો આતંકવાદી : ઘેરાબંધી કરીને સેનાના જવાનોએ દબોચી લીધો : કેટલીય ગતિવિધિઓમાં સામેલ હોવાનો ખુલાસો :જમ્મુ કશ્મીરના પુલવામાં જિલ્લાના એક મદ્રેસામાંથી આતંકીની ધરપકડ : આતંકીઓ છુપાયો હોવાની બાતમીના આધારે પોલીસે તલાસી અભિયાન ચલાવી ઝડપી લીધો access_time 11:44 pm IST