Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

ગોંડલમાં પરપ્રાંતીય શ્રમિકની પત્નીએ પતિની અર્થીને કાંધ આપી

ગોંડલ તા. ૨૩ : માનવીની જિંદગી અનેક ચડાવ ઉતાર વચ્ચે વહેચાયેલી છે. કભી ખુશી કભી ગમ સહેતો માનવી નિયતિના ક્રમ પાસે લાચાર બની જાય છે. લાચારી, બેબશી કે વેદના ભરેલી અનેક જીંદગીઓ તરફ નજર દોડાવીએ તો પલભર પલકો પણ થંભી જાય.

અહિં પ્રસ્તુત વાત ખુબ નાની છે. પરંતુ તેમાં છુપાયેલી વેદના સંવેદના ખુબ મોટી છે. એ બોઝીલ વેદના વચ્ચે ઘાવ ને રુઝાવતી સેવા પણ છે. ગોંડલ રાજકોટ વચ્ચે આવેલા ઔદ્યોગિક પરગણા સમાં શાપરમાં રહેતા પ્રેમચંદ ગયાપ્રસાદ નામના યુવાનનું ગત તા.૧૪ના હાર્ટએટેકને કારણે મોત નિપજયું. પ્રેમચંદ મૂળ ઉત્તરપ્રદેશના ફતેપૂર જિલ્લાના ગોરી ગામના વતની હતા. અને છેલ્લા આઠ દશ વર્ષથી શાપરમાં રહેતા હતા. જ્ઞાતિએ નાઈ હોય હેરકટીંગ સલુન સાથે નાનકડી કરીયાણાની દુકાન ચલાવી પત્નિ શીલુ તથા ચાર સંતાનો સાથે જીવન બસર કરતા હતા. સંતાનોમાં ત્રણ દિકરીઓ લક્ષ્મી ઉ.૧૦, મોનિકા ઉ.૮, દિવ્યા ઉ.૪ તથા એક વર્ષનો પુત્ર આનંદ સાથેનું પરિવાર કિલ્લોલ વચ્ચે જીવન જીવી રહ્યું હતુ.

પરંતુ સુખ કે દુઃખ જીવનમાં કાયમી રહેતા નથી. પ્રેમચંદ કેટલીક માનવીય કૂટેવોનો શિકાર બન્યા. જતા દહાડે આ કુટેવો પતિ પત્નિ વચ્ચે જગડાનું કારણ બની, ખેલતો કુદતો કિલ્લોલ જાણે થંભી ગયો.રોજબરોજના કંકાસને કારણે કંટાળેલી શીલુ પતિ પ્રેમચંદને છોડી બાળકો સાથે પોતાના વતન ચાલી ગઈ. આ વાત કોરોના લોકડાઉનના થોડા સમય પૂર્વેની હતી પત્નિ અને માશુમ બાળકો ચાલ્યા જતા એકલા પડેલા પ્રેમચંદને કદાચ જિંદગી સમજાઈ હોયકે પછી ખાલીપો જણાતો હોય તેણે પત્નિને પરત લાવવા પ્રયત્નો કર્યા પણ રે...નશીબ, લાંબા લોકડાઉનમાં એ શકય ના બન્યું અનલોકમાં પણ રેલવે સહિતના પરિવહનો પૂર્વવત નહોતા બન્યા આવા સંજોગોમાં પરિવારથી વિખૂટા પ્રેમચંદનું હાર્ટએટેક આવવાથી મોત નિપજયું. શાપર પોલીસે તપાસ હાથ ધરી યુપીમાં તે ના વતન પરિવાર જનોનો સંપર્ક કર્યો પ્રેમચંદના ભાઈઓએ શાપર આવી પ્રેમચંદનાં મૃતદેહને સંભાળવા નબળો પ્રતિસાદ આપી ગલ્લાં તલ્લાં શરૂ કર્યા પરિવાર વગર મૃતદેહનું કરવું શું? પોલીસ પણ મુંઝવણમાં મુકાઈ. આવા સમયે ગોંડલ સિવીલ હોસ્પિટલમાં સેવાકિય પ્રવૃત્ત્િ। ચલાવતા માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ પ્રફુલભાઈ રાજયગુરૂ દેવદુત બની મદદે દોડયા, ગોંડલની હોસ્પિટલનાં ફ્રિઝરમાં

પ્રેમચંદનો મૃતદેહ રાખી પ્રમેચંદના પત્નિનો સંપર્ક કરવા પ્રયત્નો શરૂ કર્યા પત્નિનાં કજીયા કંકાસથી ઘર છોડીને ચાલી ગયેલી શીલુ કદાચ શ્નઉંદ્બક્રદ્ગક્ન ઘરે પરત નહી ફરવા મનબનાવી બેઠી હોય પણઙ્ખ નારી જીવન જુલે કી તરહઙ્ખ ની માફક પતિના મોતની ખબરથી હતપ્રત બની બાળકો સહિત શીલુ ગોંડલ દોડી આવી. ફિઝરમાં પ્રેમચંદના થીજેલા મૃતદેહને જોઈને શીલૂ અને બાળકોએ કલ્પાંત કરી મુકયું. પ્રેમચંદના મૃત્યુને પાંચ દિવસ વિતી ચૂકયા હતા. મૃતદેહને વધુ સમય સાંચવવો મુશ્કેલ હતો. બીજી બાજુ પ્રેમચંદનાં ભાઈઓના ગલ્લાં તલ્લા હજુ યથાવત હતા દરમ્યાન શાપર પોલીસ અને પ્રફુલભાઈએ માનવીય અભિગમ અપનાવી પ્રેમચંદની પત્નિ શીલુને ગોંડલ જ અગ્નીદાહ આપવા સમજાવી.

પતિ વગર નાના બાળકો સાથેની શીલુ પાસે કોઈ વિકલ્પ જ ન હતો. પતિથી રિસાઈને દૂર ચાલી જનારી- શીલુએ વેદના ખંખેરી હિંમત દાખવી પતિની અર્થીને કાંધ આપી, એટલું જ નહી અગ્નીદાહ પણ આપ્યો ગત તા. ૧૪ના અનંતની વાટે ચાલી નિકળનાર પ્રેમચંદનાં મૃતદેહને તા.૧૯ ગુરૂવારના અગ્નીદાહ અપાયો સ્મશાનમાં શીલુ તેના બાળકો નોંધારા હતા પણ માનવ સેવા ટ્રસ્ટની માનવતા ભરી હુફ મળી. જેને દુનિયાદારીનું હજુ ભાન પણ નથી તેવા એકવર્ષનાં માસુમ બાળકને કાંખમાં લઈ શીલુએ પતિને શાસ્ત્રોકવિધી દ્વારા અંતિમ વિદાય આપી. અહી નારીની સહનશીલતા અને મનોવેદના નજરે પડી રહ્યા હતા. બીજી બાજુ અનેક તુટેલી - જીંદગીઓને સંવારવાની બે દાયકાથી સેવા કરી રહેલા તે પ્રફુલભાઈ રાજયગુરૂ એ નિભાવેલું - બેસ્ટ કેરેકટર આ કથા માટે સંવેદનાત્મક હતુ. દિકરી પિતા કે માતાની અર્થીને કાંધ આપે તેવું અનેકવાર બનતું હોય છે. પણ અહી પત્નીએ પતિની અર્થને કાંધ આપી અગ્નીદાહ આપ્યો તેવી ઘટના ભાગ્યે જ જોવા મળતી.

(11:40 am IST)