Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

મોરબી સાવસર પ્લોટમાં ગટર વેપારીઓએ પોતે જ સાફ કરી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૨૩ : મોરબીમાં પાલિકાની બેદરકારીને લીધે ઉભરાતી ગટરની સામાન્યએ ઠેર ઠેર ગંદકીના ગંજ કરી નાખ્યા છે અને ઠેર ઠેર ગટર ઉભરાવવાની સમસ્યા હોવા મળી રહી છે. જેથી લોકોનું આરોગ્ય ભગવાન ભરોસે થઈ ગયું છે. ગટરની સમસ્યા ઉકેલવામાં ઢીલ રાખનાર તંત્ર પર હવે લોકોનો ભરોસો રહ્યો નથી અને અપના હાથ જગન્નાથની ઉકિતને સાર્થક કરતા હોય તેમ લોકોને જાતે ઉભરાતી ગટરની સફાઈ કરવી પડી છે.

મોરબી નગરપાલિકાના અણઘડ વહીવટને કારણે પ્રજાને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે લોકો પાલિકામાં અનેકવાર રજૂઆતો કરી કોઈ પ્રશ્નનો ઉકેલ આવતો નથી જેથી હવે લોકો પાલિકાએ રજૂઆત કરવાના બદલે પોતાની સમસ્યાનો પોતે જ હલ લાવવાના પ્રયાસો શરૂ કરી દીધા છે સાવસર પ્લોટમાં ઉભરાતી ગટરની લીધો વેપારીઓ પરેશાન હોય જેથી તેઓએ દુકાનની બાજુમાંથી પસાર થતી ગટરનું પાણી જાતે જ કાઢવાનો શરૂ કર્યા છે. જેથી હવે તંત્ર જાગૃત બની અને પ્રજાના પ્રશ્નો ઉકેલ લાવવો જોઈએ તેવી માંગ વેપારીઓ અને રહીશો કરી રહ્યા છે.

આ અંગે મોરબી પાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાનો ફોન પર સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે સવસાર પ્લોટ માં આવેલી ભૂગર્ભ ગટર લાઇનમાં સમસ્યા છે અને તે અમારા ધ્યાનમાં છે. વર્ષ ૨૦૧૫માં મોરબી નગરપાલિકા વિસ્તારમાં સમાયેલા તેમજ જે વિસ્તારોમાં ભૂગર્ભ ગટરની સમસ્યા જે વિસ્તારોમાં છે તેના માટે નવી લાઈનની મંજૂરીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે અને વહેલી તકે પ્રજાને સમસ્યાનો ઉકેલ લાવવા માટે પૂરતા પ્રયાસો તંત્ર કરી રહ્યું છે પણ આ ઉકેલ કયારે આવે તે પણ જોવાનું રહ્યુ.

(12:46 pm IST)
  • ડ્રગ્સ કેસમાં પકડાયેલ સુપ્રસિદ્ધ કોમેડીયન ભારતીસિંહ અને તેના પતિ હર્ષ લીંબાસીયાને મુંબઈની સ્પેશ્યલ એનડીપીએસ કોર્ટે જામીન ઉપર છોડવા હુકમ કર્યો છે access_time 4:03 pm IST

  • હવે મઘ્યપ્રદેશ સરકાર વસૂલશે ગૌટેક્સ :આંગણવાડીમા ઈંડાને બદલે દૂધનું વિતરણ કરાશે : ગૌ ટેક્સથી એકત્ર થયેલી રકમ ગૌ સંરક્ષણ માટે ખર્ચાશે : ગૌ કેબિનેટની પજેલી બેઠકમાં લેવાયો નિર્ણંય access_time 11:53 pm IST

  • કાંદિવલીમાં 24 માં માળે આગ લાગી: મહારાષ્ટ્ર: મુંબઇના કાંદિવલી પૂર્વ વિસ્તારના ઠાકુર ગામમાં ચેલેન્જર્સ ટાવરના 24 મા માળના ફ્લેટમાં આગ લાગી: હજી સુધી કોઈ જાનહાનિ નોંધાઈ નથી. access_time 11:38 pm IST