Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

જામનગરમાં જુગાર રમતા ૧૬ ઝડપાયા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ર૩ :.. જીલ્લા પોલીસ અધિક્ષક દીપન ભદ્રન તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક જે. એસ. ચાવડાની સુચના અને એલ. સી. બી. પો. ઇસ. કે. જી. ચૌધરીના માર્ગદર્શન મુજબ  પેરોલ ફર્લો સ્કોડના પો. સ. ઇ. એ. એસ. ગરચર તથા સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં નાસતા-ફરતા આરોપીઓ પકડી પાડવા તેમજ પ્રોહી. જૂગાર અંગે પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન પો. હેડ કોન્સ. નિર્મલસિંહ જાડેજા તથા સલીમભાઇ નોયડા ને મળેલ હકિકત આધારે રેઇડ કરતા રોકડા રૂપિયા ર,૧૦,૦૦૦ વાહનો તથા મો. કી. રૂ. ૧,૦૭,પ૦૦ મળી કુલ કિ. રૂ. ૩,૧૭,પ૦૦ ના મુદામાલ સાથે નાગેશ્વર વિસ્તારમાં જૂગારનો અખાડો ચલાવતા ભીખુભાઇ ઉર્ફે ખોડાભાઇ રાઘવભાઇ ઢાપા રહે. નાગેશ્વર પાર્ક રાજાવાડી (ર) દિનેશભાઇ ભગવાનજીભાઇ પરમાર રહે. નવા નાગના રામ મંદિરવાળી શેરી (૩) અલ્તાફભાઇ મામદભાઇ ઇબી રહે. યુનો મેડીકલ વાળી શેરી દરબારગઢ (૪) હુસેનભાઇ ગફારભાઇ કાસ રહે. લીંડી બજાર બીબોડીફળી (પ) સાલમ ઉર્ફે સમીર અબ્દુલ રહેમાન મકવાણા રણજીત રોડ લઘાવાડનો ઢાળીયો અરબફળી (૬) અલ્તાફભાઇ સતારભાઇ આંબલીયા રણજીત રોડ લંઘાવાડનો ઢાળીયો આરબફળી (૭) સોહીલભાઇ સલીમભાઇ સાટી રહે. મહારાજા સોસાયટી કાલાવડ નાકા બહાર (૮) વિપુલભાઇ ઉર્ફે મોદી વાલજીભાઇ પરમાર રહે. નાગેશ્વર કોલોની નાગના રોડ રાજાવાડી (૯) અબ્દુલ રજાક જુમાભાઇ ગજીયા રહે. વાઘેરવાડો મોટી આશાપુરા મંદિર બાલમંદિર પાસે (૧૦) રજાકભાઇ ઇસ્માઇલભાઇ મોગલ રહે. જુનો કુંભારવાડો (૧૧) હસનભાઇ ઉર્ફે બોદુ હાજીભાઇ આંબલીયા રહે. લઘાવાડનો ઢાળીયો આરબફળી (૧ર) સુરેશભાઇ ઉર્ફે બેબન ખોડામલ અબવાણી રહે. રાજપાર્ક રમણપાર્ક શેરી નં. ૬ (૧૩) કેતનભાઇ ઉર્ફે જેતશી ભીખુભાઇ ઢાપા રહે. નાગેશ્વર કોલોની ભવાની માતાના મંદિર પાસે (૧૪) તેજસ પ્રવિણભાઇ પરમાર રહે. દેવુભાનો ચોક વીરભાણ ફળી (૧પ) ઇશ્વરભાઇ મનસુખભાઇ મકવાણા રહે. નવાગામઘેડ હનુમાન ચોક (૧૬) મુનાફ ઉર્ફે મુનો મહમદભાઇ આંબલીયા રહે. રણજીત રોડ લંઘાવાડનો ઢાળીયો આરબફળી જામનગરવાળાઓને અટક કરી કાર્યવાહી હાથ ધરેલ છે.

આ કામગીરીમાં પેરોલ-ફર્લો સ્કવોડના પો. હેડ કોન્સ. ગજેન્દ્રસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ ચૌહાણ, રણજીતસિંહ પરમાર, કાસમભાઇ બ્લોચ, મેહુલભાઇ ગઢવી, ભરતભાઇ ડાંગર, રાજેશભાઇ સુવા, ગીરીરાજસિંહ જાડેજા તથા પો. કો. ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવ તથા એ. એસ. આઇ. ધર્મેન્દ્રસિંહ જાડેજાનાઓએ કરેલ છે.

(12:49 pm IST)
  • સાંસદો માટે દિલ્હીમાં બન્યા આલીશાન મલ્ટી સ્ટોરી ફ્લેટ : 4 બેડરૂમ, ઓફિસ, સ્ટાફ ક્વાર્ટર સહિતની અદ્યતન સુવિધા ધરાવતા વેલ ફર્નિસ્ડ ફ્લેટનું વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ઉદઘાટન કર્યું : ગંગા, યમુના તથા સરસ્વતી નામક 3 ટાવરમાં 218 કરોડ રૂપિયાના ખર્ચે 76 ફ્લેટ બનાવાયા : જડબેસલાક સિક્યુરિટી વ્યવસ્થા ,દરેક ટાવરમાં 4 ઓટોમેટિક લિફ્ટ, ફાયર સુરક્ષા, સોલાર પેનલ્સ, જનરેટર સહિતની સુવિધા access_time 1:15 pm IST

  • મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં જામતી ઠંડીઃ કાલથી ચેન્નાઈમાં ધમધોકાર વરસાદ : મહારાષ્ટ્રમાં મુંબઈ, પુણે, નાસિક, મહાબલેશ્વર સહિતના સ્થળોએ રાત્રીના અને વ્હેલી સવારે હવે ઠંડી જામતી જશે : વિશ્વ પ્રસિદ્ધ મહાબળેશ્વરમાં તો ૧૧-૧૨ ડિગ્રી જેવું ઠંડુ ઉ.માન થઈ જશે : ચેન્નાઈમાં આવતીકાલથી ૨૪-૨૫ બે દિવસ ધમધોકાર વરસાદ પડશે : ૨૫મીએ ૪ ઈંચથી પણ વધુ ભારે વરસાદ ખાબકવાની આગાહી થઈ છે : કાલે અને પરમદિવસે, મંગળ-બુધવારે જોરદાર પવન ફૂંકાશે : દિલ્હીનું હવામાન સવારનું ૧૧ ડિગ્રી અને દિવસનું ૨૪ ડિગ્રી આસપાસ રહેશે access_time 11:31 am IST

  • આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશના રાજયોના મુખ્યમંત્રીઓ સાથે કોવિડ મહામારી ઉપર વિડીયો કોન્ફરન્સીંગથી ચર્ચા કરશે access_time 4:04 pm IST