Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

જામનગરનાં ગલ્લામાં પિતાએ સગાઇ કરવાનુ કહેતા યુવતિએ આપઘાત કરી લીધો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૩: લાલપુર તાલુકાના ગલ્લા ગામે રહેતા લાલજીભાઈ ખીમજીભાઈ પરમાર એ લાલપુર પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.રર–૧૧–ર૦ર૦ના આ કામે મરણજનાર અનીતાબેન લાલજીભાઈ પરમાર, ઉ.વ.૧૯, રે. ગલ્લા ગામ વાળા કોલેજમાં અભ્યાસ કરતી હોય અને તેના સબંધ બાબતે તેના પિતાએ વાત કરતા સગાઈ હમણા કરવાની હોય જેથી લાગી આવતા ગળાફાંસો ખાઈ મરણ ગયેલ છે.

ખારાવેઢા સીમમાં જુગાર રમતા મહિલા સહિત સાત ઝડપાયા

જામનગર : પંચ એ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. ધાનાભાઈ જગાભાઈ મોરી એ ફરીયાદ નોંધાવી છે કે, તા.રર–૧૧–ર૦ર૦ના ખારાવેઢા ગામની સીમમાં આવેલ વાડીમાલીક દેવાભાઈ આણંદભાઈ ટોલીયાની વાડીમાં આ ામના આરોપીઓ જયેન્દ્રસિંહ રણજીતસિંહ રાઠોડ, હરીસિંહ કાનાજી જાડેજા, વાલજીભાઈ પેથાભાઈ વઘોરા, જીતુભા દેવભા જાડેજા, વીરમલ ચમનમલ નાગપાલ, સતીબેન દેવાયતભાઈ ભીમાભાઈ ડાંગર, રાજભા ઉર્ફે અમદાવાડી ઘેલુભા ચૌહાણ, દેવાભાઈ આણંદભાઈ ટોલીયા એ  તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી પોતાના અંગત ફાયદા સારૂનાલ ઉઘરાવી જુગાર ચલાવી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૪૦૮૦૦/– તથા મોબાઈલ ફોન નંગ–ર, કિંમત રૂ.પ,પ૦૦ તથા મોટરસાયકલ નંગ–ર, કિંમત રૂ.૭૦,૦૦૦/– મળી કુલ રૂ.૧,૦૬,૩૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

મોબાઈલ ફોન ચોરાયાની રાવ

સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ગુલમામદભાઈ કારાભાઈ મલેક એ ફરીયાદ નોધાવી છે કે, તા. રર–૧૧–ર૦ર૦ના દરબારગઢ, સર્કલ ભુરા પાન વાળાની દુકાન સામે, જામનગરમાં ફરીયાદી ગુલમામદભાઈનો રેડમી–પ કંપનીનો મોબાઈલ ફોન જેના આઈ.એમ.ઈ.આઈ. નં.૮૬૮૯૪પ૦૩૦૬૦ર૮૪૮ તથા ૮૬૮૯૪પ૦૩૦૬૦ર૮પપ વાળા જેની કિંમત રૂ.૭૦૦૦/– તથા સાહેદ હિતેષભાઈ નો વી.વો. વાય–૧૭ કંપનીનો મોબાઈલ જેની કિંમત રૂ.૧પ૦૦૦/– વાળા બંન્ને મોબાઈલ ફોન આરોપી કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

દારૂની બોટલ સાથે બે ઝડપાયા

જામનગર : જોડીયા પોલીસ સ્ટેશનમાં કોન્સ. મહાવીરસિંહ જુવાનસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.રર–૧૧–ર૦ર૦ના કુન્નડ ગામે આ કામના આરોપીઓ યોગેશભાઈ વલ્લભભાઈ ગોઠીએ આરોપી રજની ગીરીશભા ભીમાણીને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ–૧, કિંમત રૂ.પ૦૦/– ની વેચાણ અર્થે આપી તથા મોબાઈલ ફોન કિંમત રૂ.ર૦૦૦/– મી કુલ રૂ.રપ૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

(12:53 pm IST)
  • દેશમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો :એક્ટિવ કેસમાં સતત ઘટાડો :રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 34,564 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 91,75,876 થયો :એક્ટીવ કેસ ઘટીને 4,37,778 થયા:વધુ 39,364 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 86,00,808 રિકવર થયા :વધુ 440 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,34,213 થયો access_time 12:36 am IST

  • આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશના રાજયોના મુખ્યમંત્રીઓ સાથે કોવિડ મહામારી ઉપર વિડીયો કોન્ફરન્સીંગથી ચર્ચા કરશે access_time 4:04 pm IST

  • દિલ્હીમાં 6746 ને કોરોના લાગ્યો: 121 ના મોત: દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 6,746 લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે અને 121 કોરોના દર્દીઓનાં મોત નીપજ્યાં છે. access_time 11:37 pm IST