Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

ચાઈનાથી કચ્છમાં આવેલી યુવતીએ કોરોના વેક્સીનની પ્રથમ રસી લીધી

પોતે જ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી રસી લેવા અંજારના મેઘપર બોરીચી સીએચસી સેન્ટર પહોંચી

ભુજ :એક ચીની યુવતીએ ગુજરાત રાજયના કચ્છ જિલ્લાના અંજાર ખાતે કોરોનાની રસી મુકાવી છે. અંજારના મેઘપર બોરીચી સીએચસી ખાતે ચાઈનાથી કચ્છમાં આવેલી યુવતીએ કોરોના વેકસીનની પ્રથમ રસી લીધી હતી.

ભારતીય વેક્સીનને દુનિયાભરમાં ડંકો વગાડ્યો છે. અન્ય દેશોમાં પણ ભારતીય કોરોના વેક્સીનને માન્યતા મળી છે અને તેની ડિમાન્ડ વધી છે. આવામાં અંજારના મેઘપર બોરીચી સીએચસી ખાતે ચાઈનાથી કચ્છમાં આવેલી યુવતીએ કોરોના વેક્સીનની પ્રથમ રસી લીધી હતી. તેણે પોતે જ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી રસી લેવા સીએચસી સેન્ટર પહોંચી હતી.

36 વર્ષીય રાઉન યાનલી નામની ચીનની યુવતી હાલ કચ્છમાં ફરવા આવી છે. તે રિપબ્લિક ઓફ ચાઈનાની હેનાન પ્રાંતની વતની છે. ત્યારે આ ચાઈનીઝ યુવતીએ પોતાની રીતે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી ભારતીય વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો છે.

(10:23 pm IST)