Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

અમુક ડ્રગ્સનો જથ્થો જામનગરના બેડી રોડ ખાતે રહીમ હાજીઍ સંતાડી રાખ્યો’તો : રીમાન્ડ દરમિયાન વધુ ડ્રગ્સ જપ્ત કરીને તપાસનો ધમધમાટ

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર, તા., રરઃ ઍટીઍસ ખાતે નોîધાયેલા ઍનડીપીઍસના ગુનામાં વધુ ૧૦ કરોડના હેરોઇનનો જથ્થો ગુજરાત ઍટીઍસ ટીમે જ કર્યો છે.

ગત તા.ર૧-૧૧-ર૦ર૧ના રોજ ઍટીઍસના થર્ડ ગુ.ર.નં. ૦પ/૨૦૨૧ા કામે વધુ ૪ આરોપીઓની અટક કરવામાં આવેલ તથા તેઓના રીમાન્ડ લેવા માટે નામદાર કોર્ટમાં રજુ કરતા નામદાર કોર્ટે દિન ૧૦ના રીમાન્ડ મંજુર કરેલ. આ પકડાયેલ આરોપીઓની રીમાન્ડ દરમ્યાન પુછપરછ કરતા જાણવા મળેલ કે પકડાયેલ આરોપી રહીમ હાજી અકબર જાતે નોડે, ઉ.વ.૩પ રહે. ગામ જાડીયા, મોટા વાસ, બંદર રોડ, તા.જાડીયા, જી. જામનગર વાળાઍ આ ગુનામાં અગાઉ પકડાયેલ આરોપી અનવર ઉર્ફે અન્નુ મુસ્સાભાઇ પટેલીયાની સાથે બોટ લઇ જખૌના દરીયામાંથી હેરોઇનનો જથ્થો લાવેલ હતો.

આ સદર  જથ્થામાંથી અમુક જથ્થો રહીમ હાજીનાઍ પોતાની પાસે સંતાડી રાખેલ હોવાનું જણાવતા ઍટીઍસની ટીમે  લોકલ પોલીસને સાથે રાખી આ રહીમ  હાજીના જણાવ્યા મુજબ તેને સાથે રાખી જામનગર, બેડી રોડ ખાતેથી વધુ ર કિલો હેરોઇનનો જથ્થો શોધી કાઢી તપાસાર્થે કબજે કરેલ છે જેની કિંમત આશરે રૂ.૧૦ કરોડની થાય છે. ઍટીઍસઍ આ અંગે વધુ તપાસ ચાલુ કરેલ છે. (તસ્વીરઃ કિંજલ કારસરીયા-જામનગર) (૪.૨૨)

(5:28 pm IST)