Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

કચ્છ સરહદે ભારતીય સેનાનું શક્તિ પ્રદર્શન: આર્મી, નેવી, એરફોર્સ, બીએસએફ અને પોલીસનું ઓપરેશન : લક્કી નાળાની ક્રીક સરહદે જવાનોનું દિલધડક સાહસ, માછીમારોને પણ કરાયા સામેલ

(ભુજ) કચ્છની ક્રીક સરહદે ભારતીય સેનાની ત્રણેય પાંખ અને સ્થાનિક પોલીસની સાથે ત્રણ દિ' ની લશ્કરી કવાયત યોજાઈ ગઈ. જેમાં આર્મી, એરફોર્સ, કોસ્ટગાર્ડ, બીએસએફ અને પોલીસ ના જવાનો સામેલ થયા હતા. લક્કી નાળા નજીક હાથ ધરાયેલ ઓપરેશનમાં હેલિકોપ્ટર, હોવરક્રાફ્ટ ઉપરાંત આધુનિક ટેકનોલોજી અને હથિયારો સાથે જવાનોએ પોતાની બહાદુરી દર્શાવી હતી. સ્થાનિક પોલીસ ઉપરાંત માછીમારોને પણ આ વખતે કવાયતમાં સામેલ કરાયા હતા.(તસ્વીર - અહેવાલ : વિનોદ ગાલા - ભુજ)

(10:03 am IST)