Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

રાજય સરકાર દ્વારા પોરબંદરના માછીમારોને લગતા કાર્યો માટે રૂ.૬૧ કરોડ મંજૂર

ભુપેન્દ્રભાઇ પટેલ, રાઘવજીભાઇ પટેલને રામભાઇ મોકરીયા, રમેશભાઇ ધડુક, બાબુભાઇ બોખીરીયાની આગેવાનીમાં ખારવા સમાજના હોદેદારોની સફળ રજૂઆત

પોરબંદર માછીમાર બોટ એસોસીએશન, પોરબંદર જીલ્લા માછીમાર મહામંડળ, પોરબંદર જીલ્લા માછીમાર સેલ દ્વારા રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા, લોકસભાના સાંસદ રમેશભાઇ ધડુક પોરબંદરના ધારાસભ્યબાબુભાઇ બોખીરીયાને પ્રશ્રો લેખિતમાં આપતા પોરબંદરના ધારાસભ્યએ ગાંધીનગર ખાતે પ્રભારી મંત્રી અને અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાજયસભાના સાંસદ () મોકરીયા, પોરબંદરના સાંસદ રમેશભાઇ ધડુક અને પોરબંદરના ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કીરીટભાઇ મોઢવાડીયાની આગેવાનીમાં પોરબંદર ખારવા સમાજના વાણોટ પવનભાઇ શિયાળ, ઉપપ્રમુખ વિનોદ બાદરશાહી, રણછોડભાઇ શિયાળ, મનીશભાઇ શિયાળ, બોટ એસો.ના પ્રમુખ મુકેશભાઇ પાંજરી અને પોરબંદર નગરપાલિકાના પ્રમુખ સરજુભાઇ કારીયા, શહેર ભાજપ પ્રમુખ પંકજભાઇ મજીઠીયા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત રાજયની યોજના અંતર્ગત નાની હોડી (પીલાણા) અને કેરોસીનથી ચાલતા એન્જીનની જગ્યાએ પેટ્રોલથી ચાલતા એન્જીનના વપરાશની સરકાર દ્વારા ભલામણ  કરવામાં આવે છે તેથી પેટ્રોલ ઉપર સબસીડી માછીમારને મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેમજ પોરબંદરની ફીશ માર્કેટ જર્જરીત હાલતમાં છે તેનું નવીનીકરણ કરી હાઇજેનીક બનાવવામાં આવે તેમજ પોરબંદરના બંદર વિસ્તારમાં ૨૪ કલાક મત્સ્યઉતરાણ અને માછીમારને લગતી અન્ય ગતિવિધી સતત ચાલતી હોય તેથી લાઇટની વ્યવસ્થા કરાવવા તેમજ જીએમબીની સત્તા હેઠળ આવતા ગોડાઉન અને અન્ય વિસ્તારમાં પીજીવીસીએલની લાઇટની જરૃરીયાત માટે પોરબંદર પોર્ટ વિભાગની એનઓસી આપવામાં આવે તેવો આદેશ કરી આપવા અને પોરબંદર ઓલવેધર પોર્ટનું જુનુ બંદર ઘણા વર્ષોથી ગુજરાત મેરીટાઇમ બોર્ડ માટે બિનઉપયોગી છે ત્યાં જુના બંદર વિસ્તારમાં મત્સ્યઉદ્યોગ અને માછીમારને લગતી ગતિ-વિધિ ચાલતી હોય માટે જુનાબંદર વિસ્તારને સુપ્રત કરવામાં આવે તેવી રજુઆત થઇ હતી અને આ તમામ પ્રશ્રોના નિરાકરણ માટે પ્રભારીમંત્રી રાઘવજી પટેલે ખાત્રી આપી દીધી છે.

(10:49 am IST)