Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

માંગરોળનાં શીલમાં ગર્ભવતી મહિલા અને તેનાં પતિ પર માતા-પુત્રનો હુમલો

અગાઉનાં મનદુઃખથી ધોકાથી માર માર્યો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ર૩: શીલ ખાતે ખોડિયાર મંદિર પાસે રહેતા હેતલબેન ઇશ્વરભાઇ બામણીયા (ઉ.વ. ર૩)નાં પતિ સામે તેનાં જ ગામનો અજય ધીરૂભાઇ વાઢેરે પોલીસમાં અરજીક રેલ.

આ બાબતે મહિલાનાં પતિ ઇશ્વર બામળીયાએ ગામનાં આગેવાનોએ રજુઆત કરેલ.

દરમ્યાન હેતલબેન ગર્ભવતી હોય ગઇકાલે બપોરનાં તેના પતિ સાથે મોટર સાયકલ પર બેસીને સરકારી દવાખાને જતા હતા.

ત્યારે અજયે લાકડાનાં ધોકાથી હુમલો કરતા ઇશ્વરભાઇ બાઇક પર પડી ગયા હતા. આ વખતે અજયની માતાએ આવી હેતલને પણ ધોકો મારી ઇજા પહોંચાડી હતી.

બનાવ અંગે શીલ પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી વિશેષ તપાસ હાથ ધરી છે.

(11:42 am IST)