Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

ગોંડલના બાંદરા ગામમાં ગુરૂવંદના મંચ દ્વારા ધર્મસભા : એકતા - ભકિત વધારવા અનુરોધ

ગોંડલના બાંદરા ગામમાં ઉગારામબાપાની જગ્યામાં ગુરૂવંદના મંચ દ્વારા યોજાયેલ ધર્મસભાના દીપ પ્રાગટય પ્રસંગની તસ્વીર.

રાજકોટ તા. ૨૩ : ગોંડલ તાલુકાના બાંદરા ગામે સંતશ્રી ઉગારામ બાપાની જગ્યામાં મહંત શ્રી ગોરધનદાસ બાપાના સાનિધ્યમાં  ગુજરાત ગુરુવંદના મંચ ક્રાર્યક્રમ દ્વારા સૌરાષ્ટ્રની દેહાણની જગ્યાના સંતોની ધર્મસભાનુ આયોજન કરવામાં આવ્યું હતું

આધુનિક ભારતની રાજય વ્યવસ્થા અને સમાજ વ્યવસ્થામાં સંતોનું સ્થાન, ભુમિકા, આ વિષય પર રાષ્ટ્ર વંદના મંચ ગુજરાતના પ્રદેશ પ્રમુખ ડી. જી. વણજારા(પુર્વ-IPS) તેમજ સૌરાષ્ટ્ર કચ્છના પ્રમુખ ગોપાલભાઇ ભુવા તેમજ વડવાળી જગ્યા મોવિયાધામના અલ્પેશ બાપુના સહ સંયોજકથી સૌરાષ્ટ્ર કચ્છના સંતો મહંતશ્રીઓ સાથે અને આમ પ્રજાજનો, પ્રબુદ્ઘ નાગરિકો સાથે ધર્મસભાનુ આયોજન કરવામાં આવેલ હતુ. બપોરે બાર વાગ્યે ધર્મસભાના કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય, ગોરધનબાપા, બાંદરા, જેન્તીરામ બાપા ભેડા પીપળીયા, રશ્મીનબાપુ ગોંડલ, પુ. સીતારામ બાપુ, લોહંગબાપુની વડવાળાદેવની જગ્યા ગોંડલ, મુળદાસબાપુ, સુરત, ભરતબાપુ વડવાળી જગ્યા મોવિયાધામ,  નીરંજનભાઇ રાજયગુરૂ, શામદાસબાપુ દાસીજીવણ સાહેબની જગ્યા ઘોઘાવદર, મનસુખપરીબાપુ, રમેશબાપુ ગોંડલ, દ્વારા કરવામાં આવ્યુ હતુ.

ધર્મ એ વ્યવસ્થા છે અને અધ્યાત્મ એ અવસ્થા છે. આપણી પ્રજા પાસે બૌદ્ઘિક સંપતી અઢળક છે, સ્થુલ રાજસીક સંપત્ત્િ। પણ છે માત્ર સાત્વિક એવી આધ્યાત્મિક સંપત્તિની આજે ઉણપ વરતાય છે. અને એ માટે તમામ ધર્મ પંથ સંપ્રદાયોના અધિપતિઓએ એક મંચ ઉપર પોતાની એકતા અને દેશભકિત સીધ્ધ કરવી પડશે. સનાતન ધર્મ અને વેદ ઉપનિષદ ની રૂચાઓને મજબુત કરવા માટે સંતોની સાથે આમ પ્રજાજનો અને પ્રબુદ્ઘ નાગરિકોએ આગળ વધવું પડશે તેમ જણાવાયું હતું.

(11:43 am IST)