Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

મોરબીમાં વધુ એક હત્યા : ગાળો આપવાની ના પાડતા નવઘણ અજાણને મોહસીને તિક્ષ્ણ હથિયારથી પતાવી દીધો

તસ્વીરમાં હત્યાનો ભોગ બનનાર નવઘણનો મૃતદેહ હોસ્પિટલમાં નજરે પડે છે. (તસ્વીર : પ્રવિણ વ્યાસ, મોરબી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૨૭ : સીરામીક નગરી ક્રાઇમ નગરી બની હોય તેમ વધુ એક હત્યાની ઘટના બની છે. મોરબીના પચાસર ચોકડી સામાન્ય બાબતે યુવાનને તીક્ષ્ણ હથિયારનો ઘા મારી હત્યા કરવામાં આવી હતી.
મળતી વિગત મુજબ મનુભાઈ પાચાભાઇ અજાણ (ઉં.વ.૫૧) રહે. વાવડી રોડ ભગવતીપરા વાળાએ એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે કે તેનો ભત્રીજા નવઘણ હરેશભાઈ અજાણ ને પચાસર રોડ પર મોહસીન ઉંર્ફે ગજની કરીમભાઈ પીજારા રહે પચાસર રોડ ઘાંચી શેરી વાળાએ તીક્ષ્ણ હથિયારનો ઘા મારી દેતા ગંભીર રીતે ઘાયલ થયેલા યુવાનને સારવાર મળે તે પેહલા મોત નીપજયું હતું.
વધુમાં મળતી વિગત મુજબ મૃતક યુવાનને આર્રોપી ગાળો આપતો હોય ગાળો આપવાની નાં પાડતા આરોપી ઉંશ્કેરાઈ જઇને મુતર્ક યુવાન પર જીવલેણ હુમલો ક્ય્રો હતો ઘટના બાદ આરોપી નાસી ગયો હતો ઘટનાની જાણ થતા ડીવાયએસપી રાધિકા ભારાઈ , એ ડીવીઝન પી.આઈ જે.એમ.આલ સહિતનો કાફલો દોડી ગયો હતો અને હત્યા કરનાર આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.
મોરબીમાં ગઇકાલે હત્યાની ઘટના બન્યા બાદ સતત બીજા દિવસે પણ હત્યાની ઘટના બનતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ છે.

 

(11:44 am IST)