Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે વિદેશી પક્ષીઓનું આગમન

પ્રભાસ પાટણ : સોમનાથ ત્રિવેણી સંગમમાં શિયાળાની ઋતુની શરૂઆત થતા દર વર્ષેની જેમ આ વર્ષે પણ યુરોપ રશિયા ઓસ્ટ્રેલિયા, સાઇબેરીયન સહિત ઠંડા પ્રદેશોમાંથી સીગલ નામના પક્ષી સોમનાથ ત્રિવેણી સંગમ અને દરીયા કિનારે મોટી સંખ્યામાં આવે છે અને શિયાળો પૂરો થયો બાદ પોતાના વતનમાં પરત ફરે છે.યુરોપિયન દેશોમાં ખુબ જ ઠંડી પાડવાની શરૂઆત થતા આ પક્ષી દરીયા વિસ્તારમાં આવે અને આ પક્ષી ત્રિવેણી સંગમમા લોકો અને બાળકોનુ આકર્ષણનુ કેન્દ્ર બંને છે આ સીગલ પક્ષી ઞાઠીયા ખાવાંના ખુબજ શોખીન છે પરંતુ અગાવના સમયમા બર્ડ ફ્લુમા રોગચાળો નિકળેલ ત્યાંરથી ત્રિવેણી સંગમમા પક્ષી ઓને ગાઠીયા ખાવા ઉપર પ્રતિબંધ મૂકવામા આવેલ છે જેથી અત્યારે તેમને યાત્રિકો દ્વાર લોટ ખવડાવવા આવે છે અને આ સીગલ પક્ષી ઉંડા ઉડ કરતા હોવાથી બાળકો અને લોકો આનંદીત થાય છે.આ બાબતે આર.એફ.ઓ ગલચર દ્વારા જણાવવામાં આવેલ કે આ પક્ષી ઠંડા પ્રદેશોમાંથી આવે છે અને શિયાળા દરમિયાન અહિ રોકાય છે આ પક્ષીને સીગલ કહેવામાં આવે છે અને સ્થાનિક લોકો તેને વૈયા પણ કહે છે આ પક્ષી લોકો માટે આકર્ષણનુ કેન્દ્ર બંને છે. (તસ્વીર-અહેવાલ : દેવાભાઇ રાઠોડ-પ્રભાસ પાટણ)

(11:44 am IST)