Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

પોરબંદરના માછીમારોના વિવિધ અણઉકેલ પ્રશ્નો ઉકેલવા ગાંધીનગરની બેઠકમાં ખાતરી અપાઈ

રમેશભાઈ ધડુક, બાબુભાઈ બોખીરીયા તેમજ ખારવા સમાજના અગ્રણીઓની હાજરીમાં બેઠક મળીઃ મુખ્યમંત્રીની શુભેચ્છા મુલાકાત લીધી

પોરબંદર, તા. ૨૩ :. માછીમારોના લાંબા સમયથી અણઉકેલ વિવિધ પ્રશ્નો ઉકેલવા ગાંધીનગરમાં સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા તેમજ ખારવા સમાજના અગ્રણીઓ તથા ફિશરીઝ અને જીએમબીના અધિકારીઓની ઉપસ્થિતિમાં મળેલી બેઠકમાં ખાતરી આપવામાં આવી હતી.

પોરબંદર માછીમાર બોટ એસોસીએશન,પોરબંદર જિલ્લા માછીમાર મહામંડળ પોરબંદર જિલ્લા માછીમાર સેલ દ્વારા પોરબંદરના ધારાસભ્ય બાબુભાઇ બોખીરિયાને પ્રશ્નો લેખિતમાં આપતા પોરબંદરના ધારાસભ્યએ ગાંધીનગર ખાતે પ્રભારી મંત્રી અને અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

પોરબંદરના સાંસદ સભ્ય રમેશભાઈ ધડુક અને ધારાસભ્ય બાબુભાઇ બોખીરિયા જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઇ મોઢવાડિયાની આગેવાનીમાં પોરબંદર ખારવા સમાજના વાણોટ પવનભાઇ શિયાળ રણછોડભાઈ શિયાળ, બોટ એસોસીએશનના પ્રમુખ મુકેશભાઇ પાંજરી અને સમાજના આગેવાનો સાથે ગાંધીનગર ખાતે ગુજરાતના કૃષિ મંત્રી અને પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં ફિશરીશ અને જીએમબીના અધિકારીઓ સાથે બેઠક કરી અને માછીમારોના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું બાકી રહેલા સર્વે કામો તાત્કાલિક પૂરા કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું અને મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી અને શુભેચ્છા પાઠવી હતી. જે ખારવા સમાજ દ્વારા જે રજુઆત થયેલ છે તે સરકારશ્રી તરફ થી તાત્કાલિક બધા જ પ્રશ્નોનું નિરાકરણ કરવા વહેલી તકે કામ શરૂ થાય તેવી ખાત્રી આપવામાં આવી હતી.

(12:01 pm IST)