Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

પ્રભાસ પાટણના કાજલી માર્કેટિંગ યાર્ડમાં સમય સૂચકતાના કારણે ટેકાના ભાવની ખરીદેલ મગફળી પલળતા અટકી

 પ્રભાસ પાટણ : સોમનાથ વિસ્તારમાં બપોર બાદ કમોસમી વરસાદ વરસતા ટેકા ભાવે ખરીદેલી મગફળી ગોડાઉનમાં ભરવામાં આવેલ હોવાથી મગફળી પલળતા અટકી ગઈ.આ બાબતે ટેકાના ભાવે ખરીદી કરતા અધિકારી એ જણાવેલ કે વરસાદ ની આગાહીની અગાઉ થી જાણ હોવાથી ટેકાના ભાવે ખરીદેલી મગફળીની ત્રણ ગાડી મગફળી ગોડાઉનમા ભરવામાં આવેલ અને ખૂલ્લી જગ્યા મા થોડી મગફળી પડેલી હતી તેને પણ પ્લાસ્ટિક ઢાકી દેવામા આવેલ હોવાથી માત્ર નીચેના ભાગમાં થોડી મગફળી પલળેલી છે તેમાં પણ ખેડૂતોની મગફળી તો એક દાણો પણ પલળે નથી અને વેપારીઓએ ખરીદેલી મગફળી પણ યાર્ડમાં માલ રાખવાની સારી સુવિધાને કારણે મગફળી સહિતના જણસો પલળેલ નથી. (તસ્વીર-અહેવાલ : દેવાભાઇ રાઠોડ-પ્રભાસ પાટણ)

(11:46 am IST)