Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

માણાવદરમાં મેવચા પરિવાર દ્વારા મંગલ મનોરથ સંપન્ન

રાજકોટ : માણાવદરમાં વિશાળ વૈષ્ણવ સમુદાયની ઉપસ્થિતિમાં ગો.વા. કંસારા સોની ગિરધરલાલ વ્રજલાલ મેવચા પરિવારના શ્રી જયસુખભાઇ ગીરધરલાલ, શ્રી વિકેશભાઈ મુકુંદભાઈ, શ્રી હિરેનભાઈ જયસુખભાઇ દ્વારા મંગલ મનોરથ સવંત ૨૦૭૮ ના કારતક સુદ-૧૩ ને બુધવાર તા. ૧૭/૧૧/૨૦૨૧ ના શુભદિને પુષ્ટિમાર્ગીય હવેલીમાં ભવ્ય આયોજન થયું હતું. આ દિવ્ય અવસરે ગો.વા. ત્રિવેણીબેન મુકુંદભાઈ મેવચા તથા ગો.વા. ભાવનાબેન જયસુખભાઇ મેવચાના માળા પહેરામણીનો મનોરથઙ્ગનિ. લી. પૂ. પા. ગો.૧૦૦૮ શ્રી વિઠ્ઠલનાથજી મહારાજશ્રીના આત્મજ પૂ. પા. ગો. ૧૦૮ શ્રી શરદવલ્લભરાયજી મહારાજશ્રીના શુભ આશીર્વાદથી યોજાયો હતો. આપશ્રીના આશીર્વાદ તથા સાનિધ્યમાં 'શ્રી'ને મુઠ્ઠી સામગ્રી આરોગાવવાનો 'સૂક્ષ્મ મનોરથ' અને 'શ્રી યમુનાજીનો લોટી ઉત્સવ' યોજાયો હતો. જે દરેક વૈષ્ણવો માટે અલૌકિક આનંદનો અવસર બની ગયેલ હતો. સાથે સાથે 'આપશ્રીના પ્રેરક વચનામૃત' સાંભળીને વૈષ્ણવો મંત્રમુગ્ધ થયા હતા. ઉત્તમ જીવન જીવવા માટે દરેકે કઈ બાબતોનું ધ્યાન રાખવું એ આપશ્રીએ વચનામૃતમાં ખુબજ સુંદર પ્રેરક પ્રસંગ આપી સમજાવેલ હતું. તે સાથે 'વધાઈ કીર્તન'નો લ્હાવો દરેક વૈષ્ણવોએઙ્ગ આનંદ ઉલ્લાસથી લીધેલ હતો. મનોરથની પૂર્વ સંધ્યાએ શ્રીનાથજીની ઝાંખીનો સંગીત સભર કાર્યક્રમ થયો હતો, જેમાં મેવચા પરિવારના સુપુત્રી શ્રુતિ(ક્રિષ્ના) છત્રારા દ્વારા પુષ્ટિમાર્ગીય ગીતોની ભાવાત્મક રચનાઓ ગાઈને.. અને ડો.વૃંદા મેવચા- ધ્રુવી મેવચાએ ભકિત ભરેલું નૃત્ય કરીને પ્રભુને અર્પણ કરેલ હતું. તે સાથે પરિવારના સભ્યો દ્વારા મહારાસનું આયોજન થયું હતું. મનોરથના મંગલ દિવસેઙ્ગ 'શ્રી યમુનાષ્ટકમ'ના પાઠ દરેક વૈષ્ણવોએ સાથે મળીને શ્રી યમુનાજીને અર્પણ કરેલ હતા. માણાવદરના આંગણે અલૌકિક પુષ્ટિમાર્ગીય પરંપરાનો મનોરથ શુભ સંપન્ન થયો હતો.

(11:49 am IST)