Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

ભાયાવદરના ઢાંક ગામે શેઢાની દિવાલ પ્રશ્ને ગોપાલભાઈ સીયાણી ઉપર લાકડીથી હુમલો

જસદણના કોઠી ગામે બાબુભાઈ કોળી સહિત બે ઉપર પાંચનો પાઈપ અને લાકડીથી હુમલો

રાજકોટ, તા. ૨૩ :. ભાયાવદરના ઢાંક ગામે શેઢાની દિવાલ પ્રશ્ને બ્રાહ્મણ આધેડ પર લાકડીથી હુમલો થયો હતો.
મળતી વિગતો મુજબ ઢાંક ગામે રહેતા ગોપાલભાઈ રામજીભાઈ સીયાણી (ઉ.વ. ૫૪) ઉપર શેઢા પાડોશી રામભાઈ વિરજીભાઈ સીયાણીએ લાકડીથી હુમલો કરી મારી નાખવાની ધમકી આપી હતી. ઈજાગ્રસ્‍ત ગોપાલભાઈ તેના ખેતરમાં પાણી વાળતા હતા તે દરમિયાન આરોપી રામભાઈએ શેઢા ઉપર આવેલ દિવાલ હટાવી લેવાનું કહેતા ગોપાલભાઈએ આ દિવાલ ૧૦ વર્ષ જૂની છે હટાવાઈ નહિ તેમ કહેતા રામભાઈ લાકડી સાથે તૂટી પડયા હતા. આ અંગે ઈજાગ્રસ્‍ત ગોપાલભાઈની ફરીયાદ ઉપરથી ભાયાવદર પોલીસે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
તેમજ જસદણના કોઠી ગામે રહેતા બાબુભાઈ માવજીભાઈ હાંડા તથા અસ્‍મિતાબેન પોતાની વાડીએ કામ કરતા હતા તે દરમિયાન છગનભાઈ નરસીભાઈ વાવડીયા, વિપુલ છગનભાઈ વાવડીયા, રાજુ છગનભાઈ વાવડીયા, છગનભાઈ પત્‍નિ તથા વિપુલની પત્‍નિએ લોખંડના પાઈપ અને લાકડીથી હુમલો કરી બન્નેને ઈજા કરી હતી. જાજરૂ જવા બાબતે બોલાચાલી થતા ઉકત પાંચેયે હુમલો કર્યો હતો. આ અંગે બાબુભાઈની ફરીયાદ પરથી જસદણ પોલીસે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.



 

(12:01 pm IST)