Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

વિસાવદરનાં લીલીયામાંથી ટ્રેકટરની અને વિછાવડ ગામે મગફળી-ખેત ઓજારોની ચોરી

સીમ વિસ્તારમાં તસ્કરોનાં તરખાટથી ખેડુતોમાં ભય

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ર૩: વિસાવદરનાં લીલીયામાંથી તસ્કરો ટ્રેકટરની અને વિછાવડ ગામે મગફળી તેમજ ખેત ઓજારોની ચોરી કરી જતાં સનસની મચી ગઇ હતી.

વિસાવદર તાલુકાનાં લીલીયા ખાતે રહેતા મુકેશ મગનભાઇ મકવાણાનું રૂ. ૬.પપ લાખની કિંમતનું જીજે-૧૧-સીડી-૯૪૩૧ નંબરનું ટ્રેકટર ગામનાં બસ સ્ટેશન પાસેથી ચોરાય ગયું હોવાની પોલીસ ફરિયાદ થઇ હતી.

આ ઉપરાંત વિસાવદરનાં વિછાવડ ગામનાં સુરેશભાઇ બાબુલાલ રામાણી અને અન્ય એક ખેડુતની વાડીમાં તસ્કરો ખાબકયા હતા.

જેમાં સુરેશ રામાણીનાં ગોડાઉનમાંથી તસ્કરો ૧૦ ગુણી મગફળી તેમજ ખેત ઓજારો અને અન્યની વાડીમાંથી પણ ખેત અજારો મળી કુલ રૂ. ર૧૯પ૦નાં મુદામાલની ચોરી થયાની ફરિયાદ થતાં પોલીસ જમાદાર ડી. એન. ચાચીયાએ તપાસ હાથ ધરી છે.

(12:43 pm IST)