Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

જુનાગઢમાં વરલી આંકડા લખતા ૩ શખ્સો અને લખાવતા પાંચ ઇસમોની ધરપકડ

મોબાઇલ, બાઇક સહીત રૂ. ૧.૧૮ લાખનો મુદામાલ કબ્જે

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ર૩: જુનાગઢમાં ગોધાવાવ પાટી વિસ્તારમાં વરલી-મટકાનો જુગાર ધમધમતો હોવાની બાતમી મળતાં ગઇકાલે ક્રાઇમ બ્રાંચનાં હેડ કોન્સ્ટેબલ શબીરખાન વગેરેએ દરોડો પાડતા જુગારીઓમાં નાસભાગ મચી ગઇ હતી.

આ કાર્યવાહીમાં ક્રાઇમ બ્રાંચે કેતન કિરીટભાઇ પારવાણી, પ્રશાંત ઉર્ફે પ્રકાશ શામજી કારીયા અને હિરેન અનીલ કોળીને વરલીનાં આંકડા લખતા પકડી પાડયા હતા.

આ ઉપરાંત બ્રાંચે વરલીનાં આંકડા લખાવતાં અમરા લખમણ કાંબલીયા, સુલમાનપીર-મહમદ જુલેણા, અરજણ કુરજી પરમાર, ભરત પ્રવીણ વાઘેલા અને કમા નારણ પરમારની ધરપકડ કરી રૂ. ર૪૭પ૦ની રોકડ તેમજ ૭ મોબાઇલ ફોન અને ૩ મોટર સાયકલ તેમજ વરલીની ૪૮ ચિઠી મળી કુલ રૂ. ૧,૧૮,પ૭૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો.

પરંતુ ભીલો રબારી અને ભોલો લોહાણા નામનો શખ્સ હાજર મળી નહિં આવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(12:32 pm IST)