Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

મેરજાના હસ્તે સહકારી યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ

કોલીથડ ગામે પૂર્વ મંત્રી વલ્લભભાઇ પટેલની પ્રતિમાને શ્રધ્ધાસુમન પાઠવ્યા

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૨૩: રાજયના શ્રમ અને રોજગાર વિભાગના રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના કોલીથડ ગામે રાજય સરકારની સહકારી યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ કર્યું હતું. અને પૂર્વ મંત્રી વલ્લભભાઈ પટેલની પ્રતિમાને શ્રદ્ઘાસુમન પાઠવ્યા હતા.

કોલીથડ સહકારી મંડળી દ્વારા સભ્યો માટે અકસ્માત વીમો, આરોગ્ય સહાય, અંતિમ વિધિ કાર્યમાં સહાય સહિતની અનેક કલ્યાણકારી કામગીરી કરવામાં આવે છે. જેના અનુસંધાને મંત્રીના હસ્તે લાભાર્થી સભ્યોના પરિવારજનોને ચેક સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ કોલીથડ ગામે ભૂતપૂર્વ આરોગ્ય મંત્રી સ્વ. વલ્લભભાઈ પોપટભાઈ પટેલની ૩૨મી પુણ્યતિથિ નિમિત્ત્।ે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ પાઠવી તેમની સાથેના સંસ્મરણો વાગોળ્યા હતાં.

વલ્લભભાઈની જન્મભૂમિ અને સહકારી પ્રવૃતિઓની સહારના કરતાં મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે,ઙ્ગ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની રાહબરી હેઠળ સરકાર ખેડૂતોના ઉત્કર્ષ અને ઉન્નતિ માટે કૃષિ અને સહકારી પ્રવૃત્ત્િ।ઓના વિકાસ માટે સતતઙ્ગ કાર્યશીલ છે.

મંત્રી મેરજાએ સ્વ. વલ્લભભાઈ પટેલ કૃષિ અને સહકારી ક્ષેત્રે પાયાના પથ્થર તરીકેની ભૂમિકાને વાગોળતા જણાવ્યું હતું કે તેઓ સહકાર ક્ષેત્રમા 'છોટે સરદાર'તરીકે જાણીતાઙ્ગ હતા. હાલની અગ્રણી સહકારી સંસ્થાઓ નાફેડ, ઇફ્કો, પ્રીપકો, ગુજકોમાસોલ સહિતની સહકારી સંસ્થાઓના કાર્યક્ષેત્રમાં તેઓની અગ્રીમ ભૂમિકા રહેલી છે. વલ્લભભાઈ માત્ર ખેડૂતો જ નહિ પરંતુ સર્વે સમાજને સાથે રાખીને લોકોના કલ્યાણ માટે કામગીરી કરવાની ભાવના ધરાવતા હતાં.

મંત્રી બ્રિજેશભાઈએ સ્વ. વલ્લભભાઈ સાથે ગાળેલી અંગત ક્ષણોની યાદગીરી વાગોળતા જણાવ્યું હતું કે, દસ વર્ષ જેટલા વિશાળ સમયગાળામાં તેઓની કાર્ય પ્રત્યે ધગશ, નિષ્ઠા, પ્રામાણિકતા સંબંધો સાચવવાની કળા સૌને સાથે રાખવાના પ્રેરણામાત્મકઙ્ગ ગુણો સહિતનો અનુભવ તેમની પાસેથી મળ્યો છે. જેણે મારી કારકિર્દીમાં ખુબ અગત્યનો ભાગ ભજવ્યો હોવાનું શ્રી મેરજાએ આ તકે કૃતજ્ઞ ભાવ વ્યકત જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં કોલીથડ સહકારી મંડળીના પ્રમુખ રમેશભાઈ સાવલિયા, જિલ્લા પંચાયત સદસ્ય સહદેવસિંહ, તાલુકા પંચાયત સભ્ય ભાવિનભાઈ, અગ્રણીઓ જયોતિરાદિત્યસિંહ જાડેજા, અલ્પેશભાઈ ઢોલરીયા તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

(12:33 pm IST)