Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

વેરાવળમાં જતીન બાંડીયાની હત્યા કરનાર ઝડપાયોઃ યુવકની હત્યાથી ૨ બાળકો પિતા વિહોણા

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૨૩: ખારવા વાડા વિસ્તારમાં રાત્રે ૭.૪૫ થી ૮ વાગ્યાની વચ્ચે માત્ર ર૬ થી ૨૭ વર્ષના યુવાન જેને પોણા બે વર્ષથી ત્રણ વર્ષના બે બાળકો છે તે ચાલીને જતો હતો ત્યારે તે જ વિસ્તારમાં રહેતા યુવકે રોકી બોલાચાલી કરી ધડાધડ છરી ના ઘા મારી દેતા બનાવના સ્થળે મૃત્યુ થયેલ હોવાનું  પ્રાથમીક તપાસમાં જાણવા મળેલ છે આ બનાવ બનતા ખારવાવાડા વિસ્તારમાં ભારે હાહાકાર મચેલ છે પોલીસે ઘટનાસ્થળે તેમજ હોસ્પીટલે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી આરોપીને ઝડપી લીધો છે.

વેરાવળ ખારવા વાડા વિસ્તારમાં બંદર દરવાજા પાસે આઈસ્ક્રીમ, ઠંડા પીણાની ચિંતન કોલ્ડ્રીકસની દુકાન ધરાવતા જતીન વીઠ્ઠલભાઈ બાંડીયા ઉ.૨૬ થી ૨૭ રાત્રે ૭.૪૫ થી ૮ વાગ્યાના અરસામાં કોમર્શીયલ બીલ્ડીંગ પાસે ચાલીને જતા હતા ત્યારે ઈંડાની રેકડી પાસે કોઈ મોટરસાઈકલમાં આવી આને રોકી ધડાધડ છરી ઘા મારવા લાગેલ હતો તેથી આ વિસ્તારમાં ભારે દોડધામ મચી ગયેલ હતી છરીના ઘા લાગતા ચારેય બાજુ લોહી લહાણ થયેલ હતુ અને આરોપી બનાવનાં સ્થળેથી ભાગી ગયેલ હતો તાત્કાલીક હોસ્પીટલે ખસેડેલ પણ ત્યાં તેમને મૃત જાહેર કરેલ હતા પોલીસને ઘટનાની જાણ થતા ભારે બંદોબસ્ત સાથે એ.એસ.પી ઓમ પ્રકાશ જાટ,શહેર પી.આઈ ડી.ડી.પરમાર ગંભીરતાને ધ્યાનમા લઈ ખારવાવાડામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવેલ હતો તમજ હોસ્પીટલે પણ સુરક્ષા માટે સ્ટાફ દોડી આવેલ હતો.

મૃત્યુ પામનાર ને એક પોણા બે વષથી બે વર્ષ તથા બીજો બાળક ૩ વર્ષનું  હોવાનું જાણવા મળલ છે. આ વિસ્તારમાં આ યુવક ખુબજ શાંત સ્વભાવનો હોય અને વર્ષાેથી દુકાન ધરાવે છે.

ખારવા વાડામાં ધમધમતા વિસ્તારમાં જયાં હજારો લોકોની અવર જવર છે ત્યાં આટલો મોટો બનાવ બનતા ઘડીકભરમાં તો દોડા દોડી થઈ ગયેલ હતી અને કરપીણ હત્યા થતા ભારે હાહાકાર મચી ગયેલ છે બે માસુમ બાળકો તેમજ નાની ઉંમરના તેમના પત્નિને પણ પતિ વગર ના થઈ જતા આખા પરીવારમાં કલ્પાંત છવાયેલ છે.

(12:36 pm IST)