Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

જસદણમાં ગરીબ વિદ્યાર્થીઓના શિક્ષણ માટે ઉદ્યોગપતિ રૂડાભાઇ ભગતે પાંચ લાખનુ અનુદાન આપી દર વર્ષે એક લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી

(નરેશ ચોહલીયા દ્વારા) જસદણ : જસદણના અગ્રણી ડાયમંડ ઉદ્યોગપતિ તેમજ દાનવીર રૂડાભાઈ ભવાનભાઈ ભાયાણી (રૂડા ભગત) એ જસદણમાં આકાર પામી રહેલ પાટીદાર શૈક્ષણિક ટ્રેનિંગ ભવન મા જરૂરિયાત મંત ગરીબ વિદ્યાર્થીઓના અભ્યાસ અર્થે જીવનના ઘડતર અર્થે રૂપિયા પાંચ લાખનું અનુદાન આપ્યું હતું અને પાટીદાર શૈક્ષણિક ભવન ની કામગીરી થી પ્રભાવિત થઈને દર વર્ષે રૂપિયા એક લાખ નું દાન આપવાની પણ જાહેરાત કરી હતી આ તકે પાટીદાર શૈક્ષણિક ભવન દ્વારા રૂડાભાઈ ભગતનું માં ઉમા ખોડલની પ્રતિકૃતિ આપીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું રૂડાભાઈ ભગતે પોતાના ગામ જસાપર તથા આટકોટમાં શૈક્ષણિક સંકુલો ઊભા કર્યા છે. આ ઉપરાંતઙ્ગ શિક્ષણમાં ગુજરાતમાં પાંચઙ્ગ સંકુલો ઊભા કરીને ક્રાંતિ સર્જી હતી આ ઉપરાંત જળ સંચય માં પણ ક્રાંતિ લાવનાર અને કોરોના કાળમાં જસદણમાં મદદ કરવા માટે પોતે ૫૧ લાખ રૂપિયા આપી ઓકિસજન બેડ સહિતની સુવિધા ભોજન સાથે ની સુવિધા સાથે બનાવી અને હજારો દર્દીઓને મદદરૂપ થયા હતા તેમજ જસદણ તાલુકામાં હજારો વૃક્ષો વાવીને હરિયાળી ક્રાંતિ સર્જી છે તેવા દાનવીર ઉદ્યોગપતિ અને ભગવાન સ્વામિનારાયણના અનન્ય સેવક એવા રૂડાભાઇ ભગતના પાટીદાર શૈક્ષણિક ભવનના પ્રણેતા દિનેશભાઈ બાંભણિયા એ વિશેષ રૂપથી અભિનંદન પાઠવી પાટીદાર શૈક્ષણિક ભવન વતી કોટી કોટી આભાર પ્રગટ કર્યો હતો.

(12:38 pm IST)